Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

આયાતી સૈન્ય હથિયારને બદલે દેશમાં જ હથિયાર બનાવશે:ગૃહમંત્રી રાજનાથસિંહ

વણાંકબારામાં કેન્દ્રીય ગૃહમંત્રીનું માછીમાર સમાજ દ્વારા સન્માન સમારોહ યોજાયો

વણાંકબારા: ગૃહમંત્રી રાજનાથ સિંહ બે દિવસ દિવની મુલાકાત દરમિયાન દિવની મુલાકાત લીધા બાદ  તેમણે વણાંકબારાની મુલાકાત લીધી હતી, જયાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહનું માછીમાર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરી સન્માન સમારોહ યોજાયો હતો
 આ સન્માન સમારોહમાં રાજનાથ સિંહે કહ્યું  હતું કે ભાજપ સરકારે કદી ખોટી રાજનીતી કરી નથી.રાજનાથ સિંહે સંબોધનમાં વધુમાં કહ્યું કે આંતરરાષ્ટ્રીય કંપનીઓના રોકાણ અને વિદેશોમાંથી આવતા સૈન્ય હથિયારને બદલે દેશમાંજ હથિયાર બનાવવાનું નિર્માણ કરવામાં આવશે.
 આ ઉપરાંત દેશમાં કરોડોનું ફુલેકું ફેરવી વિદેશમાં ભાગી જનારા ભાગેડૂઓ માટે ખાસ બિલ સંસદમાં રજૂ કરાયું તે અંગે જાણકારી આપી હતી.

  રાજનાથ સિંહે પાડોશી દેશ પાકિસ્તાન ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતાં. ઉલ્લેખનીય છે,કે દિવ મુલાકાતના પ્રથમ દિવસે રાજનાથ સિંહે દિવના રાજકીય આગેવાનો, તંત્ર અને માછીમારો સાથે મિટિંગ યોજી અને દિવના પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી.

(7:39 pm IST)