Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

અરવલ્લીના મોતીપુરા ગામમાં કૌટુંબિક ઝઘડામાં પિતરાઇ ભાઇના હાથે યુવકની હત્યાઃ આરોપી ભાઇની અટકાયત

અરવલ્લીઃ અરબલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલા મોતીપુરા ગામમાં પિતરાઈ ભાઈએ જ ભાઈની નિર્દયતાથી હત્યા કરી નાખતા ચકચાર મચી છે. કૌટુંબિક ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક ભાઈએ બીજા ભાઈના માથામાં લાકડીના ફટકા મારી હત્યા નિપજાવી હતી. જેને લઈને પરિવારમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. પહેલા તો બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ રહી હતી. પરંતુ બાદમાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બંને ભાઈઓ આમને સામને આવી ગયા હતા. જેમાં ભાઈએ જ ભાઈની હત્યા કરી નાખી હતી.

બનાવની જાણ પોલીસને થતાં બાયડ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને હત્યારા ભાઈ વિરૂદ્ધ ગુનો નોંધીને આરોપીની અટકાયત કરી છે. અને સમગ્ર મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે મૃતક યુવાન RTI એક્ટિવિસ્ટ તરીકે કામ કરતો હતો.

(5:12 pm IST)