Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

આણંદઃ દૂધ મંડળી દ્વારા દૂધ સ્‍વીકારવાનું બંધ કરાતા પશુપાલકો દ્વારા દૂધ ઢોળી વિરોધ પ્રદર્શિત કરાયો

આણંદ: સોજીત્રામાં દૂધ મંડળી દ્વારા દૂધ સ્વીકારવાનું બંધ કરતા પશુપાલકોએ દૂધ ઢોળી વિરોધ કર્યો હતો. દૂઘ મંડળી દ્વારા હાલ દૂધ સ્વીકારવાનું બંધ કરવામાં આવ્યું છે. જેને લઈને પશુપાલકો અને માલધારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પશુપાલકો અને માલધારીઓએ દૂધ મંડળીની બહાર જ દૂધની નદીઓ વહાવીને રસ્તા પર રેલમછેલ કરી હતી અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ પશુપાલકોએ દૂધ મંડળીની બહાર જ જય જવાન જય કિસાનના નારા લગાવી ઉગ્ર દેખાવ કર્યો હતો.

આમ સોજીત્રાના રસ્તાઓ પર દૂધની રેલમછેલના દ્રશ્યો સર્જાયા હતા. આ સાથે જ દૂધ ન સ્વીકારાતા પશુપાલકો અને માલધારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

(5:11 pm IST)