Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

સંઘના નેતા પ્રશાંત જોશી અને ખેડૂત આગેવાન ચીમન ગજેરાએ કોંગ્રેસનો હાથ થામ્યો

ભાજપના રાજમાં સાગર કિનારાની સમસ્યા અને પ્રજાના કામ થતા નથી :ખેડૂતોને અન્યાય

અમદાવાદ: લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યો જઈ રહ્યાં છે તેવામાં RSSના દક્ષિણ ગુજરાતના નેતા અને સાગર ભારતીના સંઘ પ્રાંત સંયોજક પ્રશાંત જોશી કોંગ્રેસમાં જોડાયા છે પ્રશાંત જોંધી નાનપણથી સંઘમાં જોડાયેલ હતા અને સુરત જીલ્લા તેમજ તાલુકા લેવલે વિવિધ જવાબદારીઓ નિભાવી ચુક્યા છે.

   પ્રશાંત જોશીએ જણાવ્યું હતું કે, "ભાજપના રાજમાં દરિયા કિનારાના લોકોનો અવાજ સાંભળવામાં આવતો નથી તેઓને અનેક સમસ્યાઓ છે. પ્રજાના કામ થતા નથી માટે કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે." જોકે, પ્રશાંત જોશીએ સંઘ વિશે ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.

  અન્ય એક ખેડૂત આગેવાન ચીમન ગજેરાએ પણ કોંગસનો ખેસ ધારણ કર્યો હતો. ભાજપ સરકાર ઉપર ખેડૂતોને અન્યાય કરવાનો આરોપ લાગાવ્યો હતો. પાક વીમાની ફાળવણીમાં પણ ભાજપ ભેદભાવ કરી રહી છે, જેથી તેઓ કોંગ્રેસમાં જોડાયા હોવાનું જણાવ્યું હતું.

(12:19 am IST)