Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

પ્રદીપસિંહે કહ્યું કમિશ્નરને નહિ રિટર્નનિંગ ઓફિસરને ફરિયાદ કરી:રાજ્યસભા ચૂંટણી કેસમાં આપી જુબાની

ઇલેક્શન કમિશનર પાસે કોઈ ઓથોરિટી ન હોવાથી તેમની સમક્ષ વાંધો ઉઠાવ્યો ન હતો.

 

અમદાવાદઃ રાજ્યસભા ચૂંટણી વિવાદ મામલે કાયદામંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જુબાની આપી હતી કોંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના ઉમેદવાર - બળવંતસિંહ રાજપૂત રાજ્યસભા ચૂંટણી વિવાદ મામલે હાઇકોર્ટમાં જસ્ટિસ બેલા ત્રિવેદીની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કાયદામંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ચૂંટણી દરમિયાન થયેલા બબાલ અંગે જુબાની આપી હતી..

   હાઇકોર્ટમાં જુબાની આપતા જાડેજાએ કહ્યુંકે, રાઘવજી પટેલ, ભોળાભાઈ પટેલ અને મિતેષ ગરાસિયાએ કરેલા મતદાનને લઈને સોગંદનામું પણ રજુ કર્યું હતું. જેમાં રાઘવજી પટેલનું મતપત્ર શક્તિસિંહ ગોહિલે ઝુટવાનો પ્રયાસ કર્યો હતો તેમજ મિતેષ ગરસિયાએ પોતાનો મત શક્તિસિંહ ઉપરાંત અર્જુન મોઢવાડીયાને બતાવ્યો હતો અને ત્યાં હાજર રહેલા અધિકારીઓએ પણ મત જોયો હતો જેનો વાંધો શંકર ચૌધરી દ્વારા લેવામાં પણ આવ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

  અંગે તેમણે કહ્યું કે, મેં રિટરનીંગ ઓફિસરને ફરિયાદ કરી હતી પરંતુ ઇલેક્શન કમિશનર પાસે કોઈ ઓથોરિટી હોવાથી તેમની સમક્ષ વાંધો ઉઠાવ્યો હતો.

(11:50 pm IST)