Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

૨૪મીએ દ્વિતીય સીંગીંગ સ્પર્ધાની ફાઇનલ યોજાશે

રિવરફ્રન્ટ ખાતે ૨૪ સ્પર્ધકો પરફોર્મન્સ આપશે: ગૃહવિભાગના જોઇન્ટ સેક્રેટરી સહિત મહાનુભાવો હાજરી આપશે : સમસ્ત બ્રહ્મ પરિવાર દ્વારા ખાસ આયોજન થયું

અમદાવાદ,તા. ૨૨: સમસ્ત બ્રહ્મ પરિવાર(ટ્રસ્ટ), અમદાવાદ દ્વારા તા.૨૪મી માર્ચના રોજ સાંજે ૭-૩૦ વાગ્યે શહેરના રિવરફ્ન્ટ ખાતે ઇવેન્ટ સેન્ટર ખાતે બ્રહ્મ સમાજની દ્વિતીય સીંગીંગ કોમ્પીટીશનની ફાઇનલ યોજાનાર છે, જેમાં બ્રહ્મસમાજના ૨૪ સ્પર્ધકો ભાગ લેનાર છે. આ પ્રસંગે ગૃહવિભાગના જોઇન્ટ સેક્રેટરી નિખિલ ભટ્ટ, પ.પૂ. ભાગવત ઋષિજી(ભાગવત કથાકાર), પ.પૂ.ગૌભકત ચૈતન્ય શંભુ મહારાજ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે. સમસ્ત બ્રહ્મ પરિવાર(ટ્રસ્ટ)ના ટ્રસ્ટી મનીષભાઇ ત્રિવેદીએ આ અંગે જણાવ્યું હતું કે, સમસ્ત બ્રહ્મ પરિવાર દ્વારા સંગીત ક્ષેત્રે છૂપાયેલી બ્રહ્મ પ્રતિભાઓને શોધી તેઓને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી આ સીંગીંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેની તા.૨૪મી માર્ચે યોજાનારી ફાઇનલમાં ૨૪ સ્પર્ધકોમાં પ્રથમ ત્રણ વિજેતાને વિજયી ઘોષિત કરી તેઓને પ્રોત્સાહન ઇનામ અપાશે. દરમ્યાન ટ્રસ્ટી જાગૃતિબહેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સમસ્ત બ્રહ્મ પરિવાર દ્વારા આયોજીત બ્રહ્મ સમાજની દ્વિતીય સીંગીંગ કોમ્પીટીશનમાં કુલ ૨૦૧ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો., જેમાંથી કુલ ૫૧ સ્પર્ધકો સેમીફાઇનલમાં પહોંચ્યા હતા અને તેમાંથી કુલ ૨૪ સ્પર્ધકો છેલ્લે ફાઇનલમાં પહોંચ્યા છે. તા.૨૪મી માર્ચે યોજાનારી આ ફાઇનલમાં કુંતલ મહેતાના ઓર્કેસ્ટ્રા સાથે સ્પર્ધકો તેમનું ઉત્કૃષ્ટ પરફોર્મન્સ આપશે અને સ્પર્ધામાં વિજયી બનવાના પ્રયાસ કરશે. તા.૨૪મીની સીંગીંગ કોમ્પીટીશનની ફાઇનલના પ્રસંગે હિન્દી-ગુજરાતી ફિલ્મોના સંગીતકાર પંકજ ભટ્ટ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના મહામંત્રી યજ્ઞેશ દવે, ઉપપ્રમુખ ભરત રાવલ, શૈલેષ શુકલ સહિતના મહાનુભાવો પણ ખાસ હાજરી આપશે.

(10:21 pm IST)