Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

ગાંધીનગરમાં મહિલા કર્મચારીને બાઈક પર બેસાડી યુવક યુવતીને ટોળકીએ આંખમાં મરચું ભભરાવી મંગળસૂત્ર સેરવી લીધું

ગાંધીનગર: શહેરમાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીની સાથે લૂંટના બનાવો વધી રહયા છે ત્યારે શહેરના સે-રરમાં આવેલી આયુર્વેદિક હોસ્પિટલમાં કામ કરતાં મહિલા કર્મચારીને ગઈકાલે રાત્રે બાઈક ઉપર બેસાડીને યુવક યુવતિ અવાવરી જગ્યા ઉપર લઈ જઈ આંખમાં મરચાંની ભૂકી નાંખી તેમનું મંગળસુત્ર લૂંટીને ફરાર થઈ ગયા હતા. મહિલાએ બુમાબુમ કરવા છતાં આ લૂંટારૃ હાથ આવ્યા નહોતા અને આ સંદર્ભે સે-ર૧ પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો દાખલ કરી બંટી બબલીને પકડવા દોડધામ શરૃ કરી છે.
ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં હાલ ગઠીયાઓ અને લૂંટારુ ટોળકી સક્રિય થઈ છે ત્યારે શહેરમાં પણ એકલ-દોકલ જતી મહિલાઓને નિશાન બનાવી ચોરી, લૂંટ કરતી ગેંગ સક્રિય થઈ છે. શહેરના સે-રરમાં આવેલા આયુર્વેદિક દવાખાનામાં સહાયક વોર્ડન તરીકે ફરજ બજાવતાં મણીબેન દિનેશભાઈ મકવાણા ગઈકાલે રાત્રે દવાખાનામાંથી બહાર નીકળી રહયા હતા તે દરમ્યાન બાઈક ઉપર એક યુવક-યુવતિ આવ્યા હતા. જે પૈકી યુવતિએ મણીબેનને કહયું હતું કે તમે ચેતનાના મમ્મી છો? હું વૈશાલી, ચેતનાની ફ્રેન્ડ છું. લગ્નમાં પણ આવી હતી. જો કે મણીબેને તેને નહીં ઓળખવાનું કહેતાં તેણીએ ભારપૂર્વક તમને ઓળખું છું તેમ કહીને કયા જવું છે બેસી જાવ.. તમને ઉતારી દઉં તેમ કહેતાં મણીબેન તેમના બાઈક ઉપર બેસી ગયા હતા.

(6:10 pm IST)