Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

વલસાડ નજીક હાઇવે પર હોટલમાં પોલીસ કર્મી યુવાન સાથે ઝપાઝપી કરતો હોવાનો વિડીયો વાયરલ

વલસાડ:નજીક હાઈ-વે પર આવેલ ક્રિષ્ના રેસ્ટોરન્ટની બહાર બે દિવસ અગાઉ એક યુવકને મોડી રાત્રે એક પોલીસ કોન્સ્ટેબલને ધમકાવતો હોવાનો એક વિડિયો વાઇરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં રેસ્ટોરન્ટમાં યુવક સાથે પોલીસ કોન્સ્ટેબલ બોલાચાલી કરે છે અને ત્યાર બાદ ધાક ધમકી આપતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ સાથે જ યુવાન સાથે ઝપાઝપી પણ કરી રહ્યાં હોવાનાં દ્રશ્યો દેખાઈ રહ્યાં છે. યુવાન હાઇ-વે પર આવેલાં રેસ્ટોરન્ટમાં ચા-પાણી અને નાસ્તો કરવા ગયો હતો તે વખતે તે ઠંડા પીણાની બોટલની સાથે સિગારેટ પી રહ્યો હતો.

તેવાં સમયે અચાનક જ પોલીસની કાર ત્યાં આવે છે અને કોન્સ્ટેબલ યુવકની પૂછપરછ કરે છે. બાદમાં દાદાગીરી પર ઉતરી આવે છે. માત્ર એટલું જ નહીં યુવકને પોલીસની ગાડીમાં બેસાડી દેવાની ધમકી પણ આપી હોવાની ચર્ચાએ જોર પકડયું છે.

(6:00 pm IST)