Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

અમદાવાદના ફતેવાડી કેનાલનો પાળો પાંચમી વખત તૂટી ગયોઃ ખેડૂતોમાં રોષ ભભૂક્યો

અમદાવાદઃ ખેડૂતો માટે પાણી પુરૂ પાડતી ફતેવાડી કેનાલનો પાળો સતત પાંચમી વખત તૂટી  જતા ખેડૂતોએ રોષ વ્‍યક્ત કર્યો છે.

ખેડૂતો દ્વારા પાળો બાંધવામાં ફાળો ઉઘરાવામાં આવ્યો છે. કાસિદ્રા અને વિસલપુરના ખેડૂતોએ રૂપિયા 2 લાખની સિંચાઈ માટે પાઈપો લાવીને તંત્રને આપી છે. વારંવાર પાળ તુટી જવાને કારણે ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ હતી જે બાદ ઉપવાસ આંદોલન શરૂ કરતા સિંચાઈ માટે પાણી આપવાની બાહેધરી તંત્ર દ્વારા આપવામાં આવી છે.

મહત્વપૂર્ણ વાત છે કે તંત્ર અને પુરવઠા વિભાગે જ્યારે પાળો બાંધવાની કામગીરી કરવાની હોય છે. ત્યારે ખેડૂતોની કેટલી મજબૂરી હશે કે ખેડૂતો જાતે ફાળો ઊઘરાવીને કરાવી રહ્યા છે. તંત્ર માટે ખૂબ શરમજનક ઘટના છે. પ્રશ્ન ઊભો થાય છે કે તંત્ર કઇ કરવા માગતી નથી. કે જાણતું હોવા છતાં આંખ આડા કાન કરી રહ્યું છે.

(5:28 pm IST)