Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

વેસુની જમીનમાં ખોટા દસ્તાવેજો ઉભા કરવાના પ્રચારમાં

સુરતમાં કિંમતી જમીન કૌભાંડમાં ઝડપાયેલા વસંતભાઇ ગજેરાને રીમાન્ડ પર લેવા તજવીજ

રાજકોટ, તા, ૨૨: સુરતમાં કિંમતી જમીનના ખોટા દસ્તાવેજો ઉભા કરવાના ગુનામાં ઝડપાયેલા પાટીદાર અગ્રણી અને હિરાના ઉદ્યોગપતિ વસંતભાઇ ગજેરાની રીમાન્ડ લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

સુરતના પોશ વિસ્તાર ગણાતા વેસુ ખાતેની જમીનમાં જાણીતા ઉદ્યોગપતિ વસંતભાઇ ગજેરાનું નામ પોલીસ તપાસમાં ખુલ્યું છે. કોર્ટમાં રજુ કરેલા ખોટા પુરાવા અને સામા પક્ષે હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરતા સમગ્ર પ્રકરણ બહાર આવ્યું છે. આ આયો પોલીસે ગુનો નોંધી ધરપકડ કરેલ છે.

સુરતના કડોદરા રોડ ઉપર પાઉચ ભકિતધામ મંદીરની સામે સજાવટ બંગલોઝમાં રહેતા વ્રજલાલ નાગજીભાઇ માલાણીનએ હાઇકોર્ટમાં દાદ માંગી હતી. ૧ જુલાઇ માલાવીએ ૧૯૯૦માં વેસુ વિસ્તારમાં જમીન ખરીદી હતી.

ગઇકાલે ડાયમંડ કીંગ ગણાતા વસંતભાઇ ગજેરાની ધરપકડથી હિરાબજાર અને પાટીદાર સમાજમાં ભારે ચર્ચાસ્પદ રહયો હતો. સુરત પોલીસે વધુ તપાસ માટે આ અંગે રીમાન્ડ પર લેવા કોર્ટમાં રજુ કરશે.(૪.૩)

(11:52 am IST)