Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

ભરૂચ નજીક નેશનલ હાઇવે પરથી લાખોના વિદેશી દારૂ સાથે રાજસ્થાન પાસિંગની ટ્રક ઝડપાઇ :એક શખ્શને પકડી લેવાયો

 

ભરૂચ એલસીબી પોલીસે NH 8 પર ના મુલડ પાસે થી લાખો રૂપિયાના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી શહેર પોલીસના હવાલે કર્યો હતો.મળતી વિગત મુજબ ભરૂચમાં આઈ જી સકોર્ડ ની આર આર સેલ, વિજીલીન્સ અને એલસીબી તથા એસ જી દ્વારા દારૂ માફિયા પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે સંદર્ભે ભરૂચ એલ સીબી પોલીસે બાતમીના આધારે ને.હા. 8 પર થી રાજસ્થાન પાર્સિંગ ની નવી નકોર ટ્રક સાથે વિપુલ માત્રા માં વિવિધ વિવિધ બ્રાન્ડ ની વિદેશી દારૂની બોટલો સાથે ટ્રક ઝડપી પાડવામાં આવી છે

(1:52 am IST)