Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

નડિયાદ તાલુકાના મંજીપુરામાં કચરો નાખવા બાબતે બે પાડોશીઓ બાખડ્યા:દંપતીએ માતા-પુત્રીને અપશબ્દો કહી માર મારતા પોલીસ ફરિયાદ દાખલ

નડિયાદ: તાલુકાના મંજીપુરામાં ઘર આગળ કચરો નાંખવા મુદ્દે બે પાડોશી પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં પટેલ દંપતીએ પાડોશમાં રહેતાં રોહિત પરિવારની માતા-પુત્રીને જાતિવિષયક અપશબ્દો બોલી માર મારી ઈજા પહોંચાડી હતી. બનાવ અંગે નડિયાદ રૂરલ પોલીસે પટેલ દંપતી વિરૂધ્ધ એટ્રોસિટીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંગે મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના મંજીપુરામાં આવેલ જીવનદિપ સોસાયટીમાં રાજુભાઈ ડાહ્યાભાઈ રોહિત પોતાના પરિવાર સાથે રહે છે. ગતરોજ સાંજના સમયે તેમના પત્નિ જશોદાબેન અને પુત્રી કિંજલ પોતાના ઘરે હાજર હતાં. તે વખતે પાડોશમાં રહેતાં નિવૃત્ત આર્મીમેનની પુત્રીએ જશોદાબેનના ઘર આગળ કચરો નાંખ્યો હતો. ઘર આગળ ગંદકી કરવા મુદ્દે જશોદાબેને હરીશભાઈની પુત્રીને ઠપકો આપ્યો હતો.

(5:15 pm IST)