Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

અમદાવાદની સાબરમતી જેલમાં બાથરૂમની પાઇપલાઇનમાંથી 3 મોબાઈલ સહીત 2 સીમકાર્ડ મળી આવતા ચકચાર: સીમકાર્ડ પહોચાડનારને પકડવા તપાસ હાથ ધરવામાં આવી

અમદાવાદ: શહેરમાં અભેદ્ય સુરક્ષાના દાવા વચ્ચે સાબરમતી જેલના બાથરૃમની પાઈપલાઈનમાંથી ત્રણ મોબાઈલ મળી આવ્યા હતાજ્યારે પાકા કામના કેદીના ગજવામાંથી બે સીમકાર્ડ મળી આવ્યા હતા. રાણીપ પોલીસે ગુનો નોંધીને જેલમાં મોબાઈલ અને સીમકાર્ડ કોણે પહોંચાડયા તે અંગે તપાસ હાથ ધરી છે.

સાબરમતી  નવી સેન્ટલ્ર જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ આવતી હોવાથી જેલની જડતી સ્ક્વોડે ઓપરેશન ક્લીન અપ હાથ ધર્યું હતું. જેમાં  નવી જેલના વીર ભગતસિંહ યાર્ડ નંબર-૧ના બહારના બાથરૃમની ગટરની પાઈપલાઈનમાં પ્લાસ્ટીકની કોથળીમાં સતાડેલા ત્રણ મોબાઈલ તથા ચાર્જર મળી આવ્યા હતા.

તે સિવાય સેન્ટ્ર જેલ વિભાગ-૧માં હાઈ સિક્યુરિટીના દવાખાનાની ખોલીમાં રહેલા પાકા કામના કેદી કલ્પેશ .સુથારની જેલના સ્ટાફે તલાશી લીધી હતી. જેમાં કેદીના લેંઘાના ખિસ્સામાંથી બે સીમકાર્ડ મળી આવ્યા હતા. બન્ને બનાવ અંગે રાણીપ પોલીસે અલગ અલગ ગુના નોંધ્યા છે. જેલમાં મોબાઈલ અને સીમકાર્ડ ઘુસાડવામાં જેલના કર્મચારી કે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તથા મોબાઈલ અને સીમકાર્ડનો ઉપયોગ કરાયો છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે.

(5:08 pm IST)