Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

અમદાવાદ એરપોર્ટની તમામ ફલાઈટ રદ્દઃ મુસાફરો અજાણ

ટ્રમ્પના આગમન તા.૨૪ના રોજ

અમદાવાદઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવવાના હોવાથી ૨૪મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદ એરપોર્ટ ઉપર પ્લેન આવન જાવન ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેના લીધે અમદાવાદથી બહાર જનાર મુસાફરોની હાલાત કફોડી થઈ ગઈ છે.

એરપોર્ટ સત્તાવાળા તથા એરલાઈન્સ કંપનીઓ દ્વારા મુસાફરોને શું કરવું તે બાબતે હજુ સુધી કોઈ ખુલાસો પણ કરવામાં આવ્યો નથી. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન અનિલ કેલ્લાએ જણાવ્યુ હતુ કે, ૨૪મીએ સોમવારે અમદાવાદથી બિહાર જવા માટે પ્લેનની ટિકિટ કરાવી હતી. પરંતુ એરલાઈન્સ દ્વારા હજુ સુધી મુસાફરોને કશુ કહ્યું નથી. જેના લીધે મુસાફરો મૂંઝવણમાં મુકાયા છે.

ડોનાલ્ડ ટ્રમ્પ ૨૪મીએ સોમવારે બપોરે ૧૨ કલાકે અમદાવાદ એરપોર્ટ ઉપર આવવાના છે જેને લઈ એરપોર્ટ ઓથોરિટી દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. બીજી તરફ એરપોર્ટ ઉપર સુરક્ષાને ધ્યાને લઈ પ્લેનની આવન- જાવન ઉપર પ્રતિબંધ મૂકાયો છે. જેની એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરોને કોઈ જ જાણ કરવામાં આવી નથી.

(11:38 am IST)