Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

ગાંધીનગરમાં ટાટા કેમીકલ્સના જૈવ વિવિધતા સંરક્ષણ પ્રદર્શન

મીઠાપુર તા. ૨૨ : ગાંધીનગરમા ટાટા કેમીકલ્સ દ્વારા યુ.એન.કન્વેન્શન અતિ માઇગ્રેટરી સ્પાઇસીસમાં જૈવ વિવિધતા સંરક્ષણ પ્રદર્શન યોજાયુ હતુ. જેની મુલાકાતે વિજયભાઇ રૂપાણી આવેલ હતા.

ટાટા કેમીકલ્સ ગાંધીનગરમાં ચાલુ સંયુકત રાષ્ટ્રની કન્વેશન ઓફ માઇગ્રેટરી સ્પાઇસીસ (સીઓપી ૧૩)માં સહભાગી થઇ હતી.કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવામાં ફેરફાર મંત્રી (એમઓઇએફસીસી) પ્રકાશ જાબેડકર અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગર મહાત્મા મંદિરમાં આયોજીત પ્રદર્શનમાં ટાટા કેમીકલ્સના સેટ જૈવ વિવિધતા પ્રદર્શનની મુલાકાત લીધી હતી. ટાટા કેમીકલ્સના સ્ટેઇનિબિલીટી એન્ડ સીએસઆરના ચીફ શ્રીમતી અલ્કા તલવારે મુલાકાત દરમિયાન મહાનુભાવોને અભિનંદન આપેલ હતા. કંપનીના સેવ ધ વ્હેલ શાર્ક પ્રોજેકટ, જળપક્ષીઓના સંરક્ષણ, કારેણ રીફ સંરક્ષણ, મેન્ગ્રોવ્સ અને સ્વદેશી કાપોરા સંરક્ષણ પ્રોજેકટ વગેરે જૈવ વિવિધતા જેવી પહેલોનુ સફળતાપુર્વક પ્રદર્શન કરેલ હતુ.

ટાટા કેમીકલ્સના સસ્ટેઇનીબીલીટી અને સીએનઆરના ચીફ શ્રીમતી અલ્કા તલવારે કહ્યુ હતુ કે ટાટા કેમીકલ્સે સસ્ટેઇનિબિલીટીની ઉચ્ચ સ્તરીય કટિબધ્ધતા પ્રદર્શીત કરી છે. સસ્ટેઇનીબીલીટી કંપનીના કોર્પોરેટ ફીલોસોફીને અનુરૂપ છે તથા એના વારસા અને વિઝનનો ભાગ છે. સસ્ટેઇનિબિલીટીની કટિબધ્ધતા અને ટ્રીપલ બોટમ અભિગમ એની સ્પર્ધાત્મકતા તથા સર્વસમાવેશક, પર્યાવરણની વૃધ્ધિ સુનિશ્ચિત કરે છે. ક્રીસ્ટીએલ વિવિધ સમુદાયીક વિકાસ અને પર્યાવરણના સંરક્ષણની પહેલમાં સંકળાયેલી છે.

જવાબદાર કોર્પોરેટ સિઝન તરીકે ટાટા કેમીકલ્સ હંમેશા સુનિશ્ચિત કરે છે કે જયારે પોતાના સમુદાયની આસપાસના જીવનની ગુણવતામાં સુધારા સાથે કંપનીની વૃધ્ધિ સાથે સસ્ટેઇનીબીલીટી વણાઇ છે.

(11:28 am IST)