Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

વડોદરામાં મુખ્યમંત્રી રૂપાણીએ સૂરસાગર તળાવના લોકાર્પણ સાથે મહાઆરતી કરી

રૂપાણીએ નવીનિકરણ થયેલા સૂરસાગર તળાવ પર મહાદેવની મહાઆરતી કરી

વડોદરાના સૂરસાગર તળાવ પર મહાશિવરાત્રી નિમિત્તે મહાઆરતી યોજાઈ હતી. ભગવાન શિવજીની મહાઆરતીમાં હજારો ભક્તો જોડાયા હતા. મુખ્યપ્રધાન વિજયભાઈ  રૂપાણી પણ સૂરસાગરની મહાઆરતીમાં જોડાયા હતા. સીએમ રૂપાણીએ નવીનિકરણ થયેલા આ સૂરસાગર તળાવ પર મહાદેવની મહાઆરતી કરી હતી. તેમણે શિવરાત્રીના દિવસે જ સૂરસાગર તળાવનું લોકાર્પણ કરીને મહાઆરતી કરી હતી.

(1:16 am IST)
  • કચ્છમાં પવનચકકીની ચાર કંપનીને દંડઃ ગેરકાયદે ચાલતી હોય ખાણ ખનીજ વિભાગે ૧.૭૫ કરોડનો દંડ ફટકાર્યો access_time 12:52 pm IST

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અજમેર શરીફ દરગાહ ઉપર ચડાવવા માટે ચાદર મોકલી : ખ્વાજા મોઇનુદીન ચિસ્તીના 808 માં ઉર્ષ પ્રસંગે લઘુમતી પ્રતિનિધિ મંડળ દ્વારા આ ચાદર ચડાવાશે access_time 8:28 pm IST

  • નેશનલ પાર્કમાંથી ૨૬ વાઘ ગુમ ? : રણથંભોર રાષ્ટ્રીય પાર્કમાંથી ૨૬ વાઘ ગુમ ? હાઇ લેવલ તપાસ માંગતા ભાજપ સાંસદ દિયાકુમારી : મ.પ્ર.ના સવાઇ માધોપર જીલ્લામાં આ પાર્ક આવેલ છે. અધિકારીઓની નબળી મનોવૃતિ અંગે આક્રોશઃ નેશનલ પાર્ક આવા ભૂંસાતી જતી પ્રાણીઓની પ્રજાતિઓ માટે ઉભા કરાયેલ છે. access_time 12:50 pm IST