Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

એસ. ટી.ના ફીકસ પગારદારો સામે સરકારે બાંયો ચડાવી રપ૦૦ને નોટીસઃ તાકિદે હાજર થાવ નહી તો ઘર ભેગા

રાજકોટના ૩૦૦ને નોટીસઃ ડ્રાઇવર-કંડકટર-કારકૂનનો સમાવેશઃ યુનિયન આગ બબૂલા

રાજકોટ તા. રર :..  એસ. ટી. ની હડતાલ સામે સરકારે પગલા લેવાનું શરૂ કર્યુ છે, રાજકોટમાં ૩૦૦ સહિત રાજયભરમાં રપ૦૦ જેટલા ફીકસ પગારદારો ફરજ બજાવે છે, જેમાં કારકૂન-હેલ્‍પર-ડ્રાઇવર-કંડકટરનો સમાવેશ થાય છે.

સરકારે આ તમામ સામે પગલા લેવાના આદેશો કરતા, તમામ ડિવીઝનના વડાઓએ આ તમામ રપ૦૦ ફીકસ પગારદારોને ગઇકાલે સાંજે નોટીસ ફટકારી ર૪ કલાકમાં હાજર થવા આદેશો કર્યા છે, અન્‍યથા છૂટા કરી દેવાશે.

તેવી ચેતવણી આપી છે, આજે સાંજે આ અવધી પુરી થઇ છે, ફિકસ પગારદારો મુંઝાયા છે, સરકારના  આ નિર્ણય સામે એસ. ટી.ના ત્રણેય યુનિયનો - નેતાઓ લાલઘુમ બન્‍યા છે, વધુ ઉગ્ર લડતના એંધાણ વર્તાઇ રહ્યા છે.

દરમિયાન ફીકસ પગારનાં કર્મી. કે જેમને નોટીસ મળી છે તેમની સાથે વાત કરી ત્‍યારે તેમણે જણાવ્‍યું કે, સરકારને જે પણ કાર્યવાહી કરવી હોય તે કરે અમે લોકો સાતમું પગાર પંચ લીધા વગર નહીં ઉભા થઇએ. જો સરકારને અમને રાજીનામું આપવા માંગે છે તો આપી દો ગુજરાતનાં તમામ કર્મીઓ સાથે રાજીનામું આપશે. નવા કર્મીઓ બધા જ કાયદાનાં જાણકાર અને ભણેલા ગણેલા છે. સરકારને એવું પણ કહેવું છે કે તમે અમારો વર્ગ નકકી કરો. જયારે લાભ આપવાનો હોય તો બીજો વર્ગ અને કામ આપવાનું હો... તો બીજો વર્ગ એવું અમને માન્‍ય નથી. 

(3:29 pm IST)