Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

કુલ ૯,૪૨૪ બોટ ધારકોને ૧૬૯ કરોડ ચુકવી દેવાયા છે

રાજ્યના ફિશરમેનોને સહાય કરવા સરકાર કટિબદ્ધઃ યુપીએ સરકારે જે લાભ બંધ કર્યા હતા તે લાભ સરકારે પોતાના બજેટમાંથી ફરી આપ્યા છે : મત્સ્યોદ્યોગ પ્રધાન

અમદાવાદ,તા. ૨૨ : મત્સ્યોદ્યોગમંત્રી આરસી ફળદુએ જણાવ્યું છે કે, રાજ્યના સાગરખેડૂ ભાઈઓને સહાયરુપ થવા રાજય સરકાર કટિબદ્ધ છે. ભુતકાળમાં કેન્દ્રની યુપીએ સરકારે ફિશરમેનોને જે લાભો આપવાના બંધ કર્યા હતા ત્યારે ફિશરમેનોને નુકસાન ન થાય તે માટે રાજ્ય સરકારે પોતાના૩ અંદાજપત્રમાં સહાય ચુકવી છે. ગુજરાત વિધાનસભા ખાતે ફિશરમેન ડેવલપમેન્ટ રીબેટ ઓન એચએસડી ઓઇલ માટે કેન્દ્ર સરકારની નીતિમાંથી બીપીએલ નોર્મ્સ દૂર કરવાના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ કહ્યું કે, આ લાભો કેન્દ્રની યુપીએ સરકારે બંધ કર્યા હતા, પરંતુ ગુજરાતની ભાજપા સરકારે વર્ષ ૨૦૧૭-૧૮માં રાજ્યના ૯૪૪૨૪ બોટધારકોને ૧૬૯.૨૮ કરોડનું ચુકવણું કર્યું છે. સાથે સાથે ફિશરમેનને મદદરુપ થવા ડિઝલમાં ૮૯૬ કરોડની વેટમાં રીબેટની રાહત આપી છે. રાજ્યમાં ૧૬૦૦ કિમીના દરિયાકાંઠે વસતા સાગર ખેડૂના સર્વાંગી વિકાસ માટે ભાજપ સરકારે અનેકવિધ પગલા લીધા છે. માછીમારોને મદદરુપ થવા હાર્સ પાવર દીઠ ૧૨૦૦ લીટર ડિઝલ અપાતું હતું તે વધારીને ૧૮૦૦ લીટર અને ૧૦૦ હોર્સ પાવરની મોટર પર ૧૪૦૦ લીટરને બદલે ૨૦૦૦ લીટર ડિઝલ ટ્રીપદીઠ આપવામાં આવે છે. ઉપરાંત કેરોસીનનું વિતરણ પણ તેમની વસાહતોમાં જ કરવામાં આવે છે. કેરોસીનમાં પણ રૃપિયા ૨૫ પ્રતિ લીટર સહાય અને ૧૫૦ લીટર કેરોસીન અપાય છે. મંત્રી ફળદુએ ઉમેર્યું હતું કે, મત્સ્યોદ્યોગને પ્રોત્સાહન આપવા માટે બોટ માટે જે ફરજિયાત વિમો લેવો પડતો હતો તે દૂર કરાયો છે તેમજ બાયોમેટ્રીક કાર્ડની જોગવાઈ પણ દૂર કરી છે. સાથે સાથે માછીમારી કરતા સરહદ પાર કરી જતાં માછીમારોનું કાર્ડ જે રદ થતું હતું તે પ્રથમ ભુલ માટે એક વર્ષ રદ કરાય છે.

(9:45 pm IST)