Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

સોજીત્રાની દેવાતજ ચોકડી નજીક અજાણ્યા વાહનની હડફેટે બાઈક ચાલકનું ગંભીર ઇજાથી મોત

સોજીત્રા:તાલુકાના દેવાતજ ચોકડી પાસે ગઈકાલે રાત્રીના સુમારે પુરપાટ ઝડપે જતા કોઈ અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતાં ચાલકનું સારવાર દરમ્યાન કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં મોત થયું હતુ. અંગે સોજીત્રા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

 


અકસ્માતની મળતી વિગતો અનુસાર પેટલાદ તાલુકાના માણેજ ગામે રહેતા ફરિયાદી જયંતિભાઈ ડાહ્યાભાઈ પટેલ પરિવાર સાથે લીંબાલી ગામે યોજાયેલા એક લગ્ન સમારોહમાં ભાગે લેવા માટે ગયા હતા. ત્યાંથી રાત્રીના સુમારે તેમનો ભત્રીજો જયેશભાઈ મનુભાઈ પટેલ (ઉ. વ. ૪૫)પોતાનું બાઈક નંબર જીજે-૨૩, એએસ-૪૧૫૫નું લઈને માણેજ આવી રહ્યો હતો ત્યારે રાત્રીના આઠેક વાગ્યાના સુમારે દેવાતજ ચોકડી નજીક ડભોઉ-સોજીત્રા રોડ ઉપર કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા જયેશભાઈને માથામાં તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી જેથી તેમને તુરંત ૧૦૮ મોબાઈલ વાન દ્વારા સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન નવ વાગ્યાના સુમારે તેમનું અવસાન થયું હતુ.

અંગે સોજીત્રા પોલીસે ટક્કર મારીને ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

(5:35 pm IST)