Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

સરકારી કાર્યક્રમોમાં એસ.ટી. બસનો ઉપયોગ, સરકાર પાસે નિગમના ૧૮ કરોડ બાકી

ગાંધીનગર, તા.૨૨ :. રાજ્ય સરકારે બસોના ભાડા પેટે ચૂકવેલ રકમ અંગે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમારના પ્રશ્નના ઉત્તરમાં વાહન વ્યવહાર મંત્રી એ જણાવ્યું હતુ કે, તા. ૩૧-૧૨-૧૭ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારે સરકારી કાર્યક્રમો માટે એસ.ટી. બસો ભાડે લીધેલ વર્ષ ૨૦૧૬માં રૂ. ૧૮,૩૯,૪૦,૪૧૮ અને વર્ષ ૨૦૧૭માં રૂ. ૫૭,૦૨,૫૫,૯૩૬ની રકમ ચુકવવામાં આવી છે. જ્યારે ૨૦૧૬ની રૂ. ૨,૮૦,૬૦,૬૨૪ અને ૨૦૧૭માં રૂ. ૧૮,૧૬,૬૦,૧૭૧ની રકમ ચુકવવાની બાકી રહે છે.

જુદી જુદી કચેરીઓ પાસેથી બાકી રકમ એસ.ટી. નિગમે લેવાની થાય છે. નિગમે રકમ ચુકવવાની ન હોવાથી આ એસ.ટી. નિગમને સંબંધીત નથી.

(4:13 pm IST)