Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

લોકરક્ષક દળની પરીક્ષા રદ કરવા હાઇકોર્ટમાં પિટીશન :ગેરરીતિની આશંકા:પાંચ ઉમેદવારોએ રીટ દાખલ કરી

ઉત્તરવહીમાં બારકોડ સ્ટીકર, પ્રશ્નપત્રમાં કંઈ લખ્યું ન હોવાનું મુદ્દે અરજી કરાઇ

અમદાવાદ :લોકરક્ષક દળની પરીક્ષા મુદ્દો ફરીવાર ગરમાવ્યો છે આ પરીક્ષા રદ કરવાની હાઇકોર્ટમાં પિટીશન કરાઈ છે પાંચ ઉમેદવારોએ ગેરરીતિની આશંકાએ રીટ કરી છે. ઉત્તરવહીમાં બારકોડ સ્ટીકર, પ્રશ્નપત્રમાં કંઈ લખ્યું ન હોવાનું મુદ્દે અરજી કરાઇ છે.

  ગત 6 જાન્યુઆરીએ LRDની પરીક્ષા યોજાઈ હતી.આ  પરીક્ષા રદ કરવા બે અલગ અલગ પિટીશન દાખલ કરવામાં આવી છે.

  ગીતા બારિયાએ 2122 નંબરની પિટીશન દાખલ કરાવી છે. ગીતા બારિયાને પરીક્ષામાં અધૂરું પેપર આપવામાં આવ્યું હતું. બીજી તરફ 2123 નંબરની પિટીશન ચાર પરીક્ષાર્થીઓ દ્વારા કરવામાં આવી છે. જેમણે લોકરક્ષક દળની પરીક્ષા રદ કરી નવેસરથી લેવા માંગ કરી છે.

  આ મામલે અરવલ્લીના જિલ્લા પંચાયતના સભ્ય કીર્તિ પટેલે પરીક્ષા રદ કરવા સીએમઓ અને પીએમઓને પણ લેખિત રજૂઆત કરી છે.

(11:23 pm IST)