Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

દિલ્હીની પ્રજાસતાક દિનની પરેડમાં ગુજરાત સરકાર ગાંધીની દાંડીયાત્રાની ઝાંખી કરાવશે

ગાંધીનગર તા ૨૨ : નવી દિલ્હી ખાતે દક્ષિણ  આફિક્રાના  પ્રમુખ માટામેલા સિરિલ રામાફોસાઇઝની  વિશેષ ઉપસ્થિતિમાં યોજાનાર પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રિય પરેડમાં ગુજરાત સરકાર દ્વારા ઐતિહાસીક દાંડીયાત્રા વિષયક ટેબ્લો (ઝાંખી) રજુ કરીને પૂજય બાપુને કાર્યાંજલી આપવામાં આવશે.

દેશ અત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી  જન્મજયંતી ઉજવી રહ્યું છે, ત્યારે ૨૬ જાન્યુઆરીઅ પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં રજૂ થનાર ટેબ્લોના વિષયને પૂજય બાપૂના જીવન -કવન સાથે વણી લેવા વડાપ્રધાનશ્રી  નરેન્દ્રભાઇ  મોદીના સુચનને ભારતના સંરક્ષણ મંત્રાલય અને તમામ રાજયોએ વધાવી લીધું હતું. જેના પરિણામ સ્વરૂ વષ ર્ે પ્રજાસત્તાક દિનની પરેડમાં ગાંધીજીઅ  દેશભરમાં કરેલા કાર્યની   સ્મૃતિ, નવી દિલ્હીના રાજમાર્ગ ઉપર તાજી થશે. પૂજય બાપુની ઐતિહાસિક દાંડીયાત્રાને ટેબ્લો દ્વારા રાજધાનીના માર્ગો પર સજીવન કરાશે. પ્રમાણે દેશના અન્ય રાજયો પણ તેમના રાજયમાં ગાંધીજીના કાર્યોને વણી લેતા પ્રસંગો ટેબ્લોમાં  પ્રસ્તુત કરશે.

દિલ્હીના રાજમાર્ગો ઉપરથી દબદબાભેર  પસાર થનાર રાષ્ટ્રિય પરેડમાં ગુજરાત તરફથી રજૂ થનાર ટેબ્લોમાં આગળના ભાગમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી (મોહનદાસ કરમચંદ ગાંધી) ની દુર્લભ બાલ્યકાળની  પ્રતિમા  અને  પોરબંદર સ્થિત પૂજય બાપુનું  જન્મ સ્થાન કિર્તિ મંદિર આબેહુબ  રજૂ કરવામાં આવ્યું છે.

ટેબ્લોના બીજા ભાગની રૂઆતમાં દાંડીયાત્રા  સાબરમતી આશ્રમથી  દાંડી પુલ થઇને  દાંડીના સમુદ્ર  કિનારે પહોંચીને મીઠુ ઉપાડી  સવિનય કાનૂન ભંગ કરતા પૂજય બાપૂને  દર્શાવવામાં આવ્યાં  છે.   યાત્રા રૂ  કરતા પહેલાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ  સરદાર વલ્લભભાઇ પટેલ સાથે વિચાર વિમર્શ કરીને દાંડીયાત્રાને અંતિમ સ્વરૂ આપ્યું હતુ . ઐતિહાસિક દાંડીયાત્રાની સફળતાથી ગભરાયેલ અંગ્રેજ  સલ્ત્તનતે પૂજય બાપુને જેલમાં બંધ કરી  દીધા હતાંં તે પણ ટેેબ્લોના અંતિમ  ભાગમાંં દર્શાવવામાં આવ્યું છે.

માહિતી વિભાગના અધિક માહિતી નિયનમકશ્રી અરવિંદ પટેલ અને નાયબ માહિતી  નિયામક મુકુંદ પટેલ  અને શ્રી પંકજ  મોદીએ   ટેબ્લોની નોંધપાત્ર કામગીરી  કરી છે. ટેબ્લોનું ફેબ્રિકેશન કામ  તેમજ આર્ટ વર્ક  સ્માર્ટ ગ્રાફ આર્ટ એડવર્ટાઇઝિંગ પ્રા. લિ. અમદાવાદના  સિધ્ધેશ્વર કાનુગાશ્રી મયુર વાકાણી અને તેમની ટીમ કરી રહી છે (.)

 

 

(3:57 pm IST)
  • અમદાવાદમાં પ્રદુષણ વધ્યુઃ આંક ૩૦૭ નોંધાયોઃ ''ખુબ જ ખરાબ'' શ્રેણી અમદાવાદમાં પ્રદુષણ આંક ૩૦૭ નોંધાતા ''ખુબ જ ખરાબ'' ની શ્રેણીમાં આવી ગયુ છે. શહેરના નવરંગપુરા, રખીયાલ અને ચાંદખેડામાં પરિસ્થિતી સૌથી ખરાબ છે access_time 3:32 pm IST

  • જમ્મુકાશ્મીરના સોપીયા ખાતે સુરક્ષા દળોએ છ આતંકીઓને ઘેરી લીધા છે આ લખાય છે ત્યારે ઓપરેશન ચાલુ access_time 11:19 am IST

  • ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહના હેલીકૉપટરનાં ઉતરાણ મામલે ભાજપ જૂઠ ફેલાવી રહી છે :હેલીકૉપટરને માલદામાં ઉતરાણ કરવાની મંજૂરી નહિ મળવા બાબતે બીજેપીના દાવાને તૃણમૂલ કોંગ્રેસે ફગાવ્યો :ટીએમસીએ કહ્યું કે ભાજપ જુઠાણું ફેલાવી રહી છે access_time 12:36 am IST