Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

રવિવારે 'ટાટ'ની પરીક્ષા : ૧૮ હજાર ઉમેદવારો

દરેક કેન્દ્રો આસપાસ ૧૪૪મી કલમ : સીસીટીવી કેમેરા ફરજીયાત : દરેક કેન્દ્ર ઉપર ૧રનો સ્ટાફ

રાજકોટ, તા. રર : આગામી તા. ર૭ના લેવાનાર શિક્ષક અભિરૂચી કસોટી (માધ્યમિક) ટાટા (ટીચર એટટીટયુડ ટેસ્ટ) પરીક્ષા અંગે કલેકટરે પત્રકારોને ઉમેર્યું હતું કે રાજકોટમાં કુલ ૬૭ કેન્દ્રો ઉપર ૧૮ હજાર આસપાસના ઉમેદવારો પરીક્ષા આપશે. તેમણે જણાવેલ કે દરેક કેન્દ્રો આસપાસ ૧૪૪મી કલમ લાગુ રહેશે. સીસીટીવી કેમેરા ફરજીયાત અને કેન્દ્ર દિઠ ૧રનો સ્ટાફ રખાયો છે. દરેક કેન્દ્ર ઉપર - રાજય સરકારના પ્રતિનિધી રહેશે. રાજકોટ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, જુનાગઢમાં પરીક્ષા લેવાશે. (.૧૧)

 

(3:57 pm IST)