Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

વડોદરામાં પારુલ યુનિ,માં અભ્યાસ કરતા જૂનાગઢના મહેક ટાંકનું અકસ્માતમાં મોત

મહેકની સહધ્યાયી દેવયાનીના અંકલેશ્વરમાં પરિવારજનોને મળીને પરત ફરતી વેળાએ રસ્તામાં કાળ આંબી ગયો :વરણામા ગામ પાસે ઇકો કારે એક્ટીવાને ઠોકરે ચડાવ્યું

વડોદરા:વડોદરાની પારુલ યુનિ,માં અભ્યાસ કરતા મૂળ જૂનાગઢના યુવાનનું અકસ્માતમાં મોત નીપજ્યું છે જયારે તેની સાથેની સહાધ્યાયી દેવયાની નામની વિદ્યાર્થિનીને ઇજા થતા સરબાર માટે હોસ્પિટલે ખસેડાઇ છે જાણવા મળતી વિગતો મુજબ જુનાગઢ (મધુવન સોસાયટી)ના વતની અને વડોદરાના વાઘોડિયા રોડ, વૃંદાવન ચાર રસ્તા પર પેઇન ગેસ્ટ તરીકે રહેતો મહેક વલ્લભભાઇ ટાંક (ઉં.વ.21) પારૂલ યુનિવર્સિટીમાં ઓટો મોબાઇલ એન્જિનીયરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે ગત રાત્રે મહેક ટાંક તેની સાથે પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી દેવ્યાની રજતભાઇ દેવનાથ (ઉં.વ.21)ને અંકલેશ્વરમાં રહેતા તેના પરિવારજનોને એક્ટિવા પર મળવા માટે લઇ ગયો હતો. મોડી રાત્રે મહેક અને દેવ્યાની એક્ટિવા પર વડોદરા પરત ફરી રહ્યા હતા. તે સમયે નેશનલ હાઇવે નબર-8 પર વરણામા પાસે પસાર થઇ રહેલી ઇકો કારે તેઓને અડફેટમાં લેતા તેઓ રોડ ઉપર ફંગોળાઇ ગયા હતા.અક્સમાતને કારણે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા ઇજાગ્રસ્ત યુવાન અને યુવતીને સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં મહેક ટાંકનું મોત નીપજ્યું હતું. જ્યારે દેવ્યાની દેવનાથને સારવાર આપવામાં આવી રહી છે.

  મહેકને અકસ્માત થયો હોવાની જાણ જુનાગઢ રહેતા અને કટલરીનો વ્યવસાય કરતા પિતા વલ્લભભાઇ, માતા મધુબહેન અને રાજકોટ ખાનગી કંપનીમાં નોકરી કરતા ભાઇ જયને થતાં તેઓ વડોદરા દોડી આવ્યા હતાસયાજી હોસ્પિટલમાં આવ્યા બાદ મહેકનું મોત નીપજ્યું હોવાનું જાણતા તેઓ સ્તબ્ધ થઇ ગયા હતા. આ સાથે મહેક અને દેવ્યાની સાથે અભ્યાસ કરતા તેના મિત્રો પણ સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા

(9:47 pm IST)