Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

બોરસદ: જંત્રાલ નજીક છોટા હાથીમાં પશુઓને કતલખાને લઇ જતા એક ઈસમને જીવદયા પ્રેમીના સભ્યોએ રંગે હાથે અટકાવ્યો

બોરસદ:જીવદયા ગૌરક્ષક સમિતિના સભ્યોએ આજે સાંજના સુમારે જંત્રાલ પાસેથી એક છોટા હાથીમો ટેમ્પામાં બોરસદ કતલખાને લઈ જવાતી બે ગાયો સાથે એકને ઝડપી પાડ્યો હતો જ્યારે બીજો ફરાર થઈ ગયો હતો. આ અંગે વીરસદ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આજે સાંજના સુમારે જીવદયા ગૌરક્ષક સમિતિના ફરિયાદી સિંધાભાઈ રાજાભાઈ ભરવાડને માહિતી મળી હતી કે, જંત્રાલ ગામેથી ગાયોને એક છોટા હાથી ટેમ્પામાં કતલખાને લઈ જવામાં આવનાર છે જેથી તેઓ સભ્યો સાથે જંત્રાલના માખણીયા ચકલાએ વોચમાં ગોઠવાઈ ગયા હતા. દરમ્યાન એક છોટા હાથી ટેમ્પો નંબર જીજે-૨૩, ડબલ્યુ-૬૬૮૦નો દાદપુરા તરફથી આવી ચઢતાં તેને ઉભો રખાવીને ડ્રાયવરને ઝડપી પાડ્યો હતો જો કે તેની સાથેનો શખ્સ ફરાર થઈ ગયો હતો. ટેમ્પાની તલાશી લેતાં અંદરથી બે જર્સી ગાયો ઘાસચારા કે પાણીની સગવડ કર્યા વગર ટૂંકા દોરડાથી બાંધેલી હાલતમાં મળી આવી હતી. પકડાયેલા શખ્સનું નામઠામ પુછતાં તે જીતુભાઈ ડાહ્યાભાઈ ચૌહાણ (રે. જહાજ)અને ફરાર થઈ ગયેલો શખ્સ સૈયદ બોરસદ કંસારીવાળો હોવાનું ખુલવા પામ્યું હતુ.

પકડાયેલા ડ્રાયવરની પૂછપરછ કરતાં આ ગાયો જંત્રાલના રામનગરથી ભરાવી હતી અને બોરસદના કતલખાને લઈ જવાની હતી.

(6:49 pm IST)