Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

આજે દિલ્હીમાં અલ્પેશ ઠાકોરે રાહુલ ગાંધી સાથે કરી શુભેચ્છા મુલાકાત : આગળની રણનીતિઓ પર કરી ચર્ચા

નવી દિલ્હી : હાલની વિધાનસભાની ચૂંટણીમાં જીત મળ્યા બાદ આજે અલ્પેશ ઠાકોર દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત માટે પહોચ્યા હતા. મુલાકાત દરમિયાન તેમના પત્ની પણ હાજર રહ્યા હતા. મુલાકાત બાદ અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે તેઓ ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ રાહુલજીને શુભેચ્છા મુલાકાતે  દિલ્હી આવ્યા હતા.

ગુજરાતમાં સરકાર બનાવવામાં ભાજપ સફળ રહી છે અને સ્પષ્ટ બહુમતિથી સરકાર બનાવી રહી છે, જેને લઇ અલ્પેશ ઠાકોરે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે - ચૂંટણીમાં સારી ફાઇટ રહી હતી, અને કોંગ્રેસ માત્ર થોડા માર્જિનથી જ હારી છે, હવે અમે લોકસભા માટે તૈયારી કરીશું.

(3:15 pm IST)