Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

કોંગ્રેસને લાગશે વધુ એક મોટો ઝટકો :દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનિ બા રાઠોડે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ: ભાજપમાં જોડાશે

અપક્ષ ઉમેદવારી પરત ખેંચ્યા બાદ તેમણે કોંગ્રેસમાંથી ભાજપમાં જવાનુ મન બનાવ્યુ

દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનિ બા રાઠોડે કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામુ આપ્યુ છે. હવે કામિનીબા રાઠોડ ભાજપમાં જોડાશે. દહેગામ બેઠકથી ટિકિટ ના મળતાં તેઓ નારાજ થયા હતા. કોંગ્રેસે ટિકિટ ના આપતાં તેમણે અપક્ષ ઉમેદવારી કરી હતી. જેના બાદ તેમણે રાજીનામુ ધર્યું છે.તેમણે રાજીનામું આપતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. 

કોંગ્રેસે ટિકિટ ના આપતાં કામિની બાર રાઠેડે અપક્ષ ઉમેદવારી કરી હતી. જોકે આજે જ અપક્ષ ઉમેદવારી માટેનું ફોર્મ પરત ખેંચ્યું હતું. સમાજના આગેવાનોની સમજાવટ બાદ તેમણે ફોર્મ પરત ખેંચ્યું હતં. કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા બાદ તેમણે અપક્ષ ઉમેદવારી કરી હતી. જોકે, અપક્ષ ઉમેદવારી પરત ખેંચ્યા બાદ તેમણે તાત્કાલિક કોંગ્રેસમાંથી ભાજપમાં જવાનુ મન બનાવ્યુ હતું.

 અત્રે ઉલ્લેખનીય છે કે, દહેગામના પૂર્વ ધારાસભ્ય કામીનીબા રાઠોડનો તાજેતરમાં જ એક ઓડિયો વાયરલ થયો હતો. જેમાં તેમણે કોંગ્રેસમાં વિધાનસભાની ટિકિટ રૂપિયાના જોરે મળતી હોવાનો આરોપ તેમણે મૂક્યો હતો.

(1:18 am IST)