Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

અપક્ષ ઉમેદવારી કરનારા હર્ષદ વસાવા સહીત પાંચ હોદેદારો ભાજપમાંથી સસ્પેન્ડ

અપક્ષ ઉમેદવારી નોંધાવનારા હર્ષદ વસાવા અને એમનો પ્રચાર કરનાર અન્ય 4 હોદ્દેદારોને ભાજપે 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા

અમદાવાદ :ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ બળવો કરનાર કાર્યકરો અને હોદ્દેદારો વિરૂદ્ધ પાર્ટીએ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.પક્ષ વિરૂદ્ધ કામગીરી કરનારને પ્રદેશ ભાજપે સસ્પેન્ડ કર્યા છે.નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભા બેઠક પરથી ભાજપ સામે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવનારા હર્ષદ વસાવા અને એમનો પ્રચાર કરનાર અન્ય 4 હોદ્દેદારોને ભાજપે 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.

 નર્મદા જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી સતીષ પટેલે જણાવ્યું હતું કે નાંદોદ વિધાનસભામાં ભાજપ બેઠક માટે ગુજરાત ભાજપ આદિજાતિ મોર્ચાના અધ્યક્ષ હર્ષદભાઈ વસાવાને ટિકિટ ના મળતા ભાજપ સામે બળવો કરી અપક્ષ ઉમેદવારી કરતા પ્રદેશ અદયક્ષ સી.આર.પાટીલે એમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે.એમની સાથે પ્રદેશની સૂચનાથી જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે નર્મદા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને હાલ પ્રદેશ કારોબારી સભ્ય ઘનશ્યામ ભાઈ દેસાઈ,નર્મદા જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ કિરણ ભાઈ વસાવા, રાજપીપલા નગરપાલીકાના પૂર્વ પ્રમુખ ભારતીબેન તડવી અને જિલ્લાના સહકારી આગેવાન સુનિલભાઈ પટેલને ભાજપ માંથી 6 વર્ષ માટે સપેન્ડ કરવામાં આવતા અન્ય પક્ષ વિરોધી કામગીરી કરનારા ભાજપના હોદ્દેદારોમાં ફફળાટ ફેલાયો છે

(12:13 am IST)