Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

વડોદરાના નવલખી મેદાન ખાતે પીએમ મોદીની મુલાકાત પહેલા હેલીકપ્ટર રિહર્સલ માટે પહોંચ્યું

વડાપ્રધાનના આગમન પહેલાની પૂર્વ તૈયારીઓ બે દિવસ પહેલાથી શરૂ

વડોદરા :ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે 23 નવેમ્બરે વડાપ્રધાન મોદી વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાનના આગમન પહેલાની પૂર્વ તૈયારીઓ બે દિવસ પહેલાથી શરૂ કરી દેવામાં આવી છે. આજે વડોદરાના નવલખી મેદાન ખાતે વડાપ્રધાનની મુલાકાત પહેલા હેલીપેડ પર હેલીકપ્ટર રિહર્સલ માટે આવી પહોંચ્યું છે.

   ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બે તબક્કામાં મતદાન થવા જઇ રહ્યું છે. ચૂંટણી પહેલા તમામ પાર્ટીઓના સ્ટાર પ્રચારકો માહોલ જમાવી રહ્યા છે. તેવામાં આગામી 23, નવેમ્બરના રોજ વડાપ્રધાન મોદી વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. તેમના આગમન પહેલા સ્થાનિક વહીવટી તંત્ર પૂર્વ તૈયારીમાં જોતરાયું છે. બે દિવસ પહેલા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી. અને તૈયારીઓ અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. આજે નવલખી ખાતે તૈયાર કરવામાં આવેલા હેલીપેડ પર રિહર્સલ કરવા માટે હેલીકોપ્ટર આવી પહોંચ્યું છે. સતત લોકોથી ધમધમતા નવલખી વિસ્તારમાં અચાનક હેલિકોપ્ટર લેન્ડ કરાતા અવર – જવર કરનારાઓમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી.

(12:09 am IST)