Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

હુ અને સુરેન્દ્રનગર જિલ્લો જુદા નથી. તમારુ સુરેન્દ્ર હુ નરેન્દ્ર અને આ ભૂપેન્દ્ર, આ ત્રિવેણી સંગમ છે.:વડાપ્રધાન નરેન્દ્ર મોદી

સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ બેઠકોના ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા વડાપ્રધાન મોદી લોકોને અપીલ કરી :પીએમએ કહ્યું -આજે મારુ સૌભાગ્ય છે કે ઝાલાવડની ધરતી પર તપસ્વી સંતોના આર્શીવાદ મળ્યા

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. જેનો આજે ત્રીજો દિવસ છે. સુરેન્દ્રનગર ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી જાહેર સભા સંબોધી હતી. આગામી એક ડિસેમ્બરના રોજ રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ બેઠકોના ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને અપીલ કરી હતી.

 

આ તકે જાહેર સભાને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતુ કે

આજે મારુ સૌભાગ્ય છે કે ઝાલાવડની ધરતી પર તપસ્વી સંતોના આર્શીવાદ મળ્યા

સંતોએ આર્શીવાદ આપ્યા અને ભવ્ય વિજય માટે શુભેચ્છા આપી

મને ખાતરી છે સંતોની વાણી ક્યારેય વામણી ન હોય

પૂજ્ય સંતોના ચરણોમાં પ્રણામ કરુ છુ.

હુ મુખ્યમંત્રી હતો ત્યારે પણ અહીં આવવુ મારા માટે નવુ ન હતુ

સુરેન્દ્ર નગરમાં છાશવારે આવતો હતો. પરંતુ 11-12 વાગ્યે સભા કરવી હોય ત્યારે લોઢાના ચણા ચાવવા પડતા હતા

પરંતુ આજે જ્યાં-જ્યાં નજર પડે ત્યાં કેસરિયા સાગર દેખાય છે

આજ નક્કી કરે છે કે તમે ભાજપની સરકાર બનાવવાનુ નક્કી કરી દીધુ છે

ગુજરાતની જનતાએ રિવાજ જ બદલી નાખ્યો છે,ભાજપને કામ પણ આપવુ છે અને ભાજપ પાસેથી કામ પણ લેવુ છે

જેટલુ વધારે ગુજરાતનુ ભલુ કરીએ તેટલો વધુ આનંદ આવે છે

આ વખતે પણ ચૂંટણી મોદી કે ભૂપેન્દ્ર ભાઇ નથી લડતા ગુજરાતની જનતા લડી રહી છે

આજે સુરેન્દ્રનગરમાં આવ્યો છુ. ત્યારે મા નર્મદાની યાદ આપાવવી જરૂરી છે

નર્મદા યોજનાનો લાભ આજે સુરેન્દ્રનગર જિલ્લાને પહોંચી ગયો છે

જેને લોકોએ પદ પરથી હટાવી દીધા તે લોકો આજે ભારતમાં પદમાટે યાત્રા કરે છે

નર્મદા વિરોધીઓને સજા કરવાની ચૂંટણી સુરેન્દ્રનગર જિલ્લામાં બનવી જોઇએ

સુરેન્દ્રનગરમાં પાણી માટે વલખા મારતા લોકોના દ્રશ્યો છાપામાં છપાતા હતા

ત્યારે મે નક્કી કર્યુ આ દ્રશ્યો મારાથી જોવાય નહી અને પરિસ્થિતિ બદલીશું.

અહીંના લોકો પાણીદાર છે, આ ઝાલાવાડની ધરતી છે

સૌરાષ્ટ્ર ઉંધી રકાબી જેવુ છે.

એક કોંગ્રેસી બતાવો જેને પાણી પહોંચાડવાનો વિચાર આવ્યો હોય?

હવે એમના હાથમાં કંઇ અપાઇ ?

જેમણે ગુજરાતને તરસ્યું રાખ્યુ હતું તેવા લોકોને ખભે હાથ મુકીને નેતા યાત્રા કરે છે

ટેન્ડર માફિયાનું રાજ સુરેન્દ્રનગરે જોયું છે ?

અમે સપના ખાલી જોતા નથી. સંકલ્ય થાય તેવી વાતો કરીએ છે અને સંકલ્પ લઇને સિદ્ધી લાવીએ છીએ.

અધરા કામ કરવા માટે જ મને લોકોએ બેસાડ્યો છે. સિધા કામ કરવા માટે તો બીજા લોકો હતા.

આજથી 10 વર્ષ પહેલા ગુજરાતમાં વિજળી પહોંચી ગઇ

મેં કહ્યું હતું કે, હું ગુજરાતમાં 24 કલાક વિજળી આપીશ, ત્યારે કોંગ્રેસના નેતાઓ કહેતા કે, આ શક્ય જ નથી

એક જમાનો હતો યુરિયા લેવા જાવ તો રાત્રે લાઈનમાં ઉભા રહેવું પડતું હતું

આજે યુરિયા ખેડૂતોને સમયસર મળી રહ્યુ છે

આજે યુરિયા 2 હજારમાં અમે બહારથી લાવીએ છીએ અને ખેડૂતોને 270 રૂપિયામાં જ યુરિયા આપીએ છીએ

હવે યુરીયાની ભારત બ્રાન્ડ બનાવવાનું નક્કી કર્યુ છે.

હવે નેનો યુરીયા લઇને આવ્યા છીએ.

બોટલની અંદર યુરીયા આવી જાય તેવુ કામ થશે

આ વખતે કપાસ અને મગફળીમાં જાહો જલાલી છે

પદ માટે યાત્રા કરનાર લોકોને મગફળી કોને કહેવાય એ પણ ન ખબર હોય

જ્યારે કોંગ્રેસ રાજ કરતુ હતુ ત્યારે બધી બેઠકો જીતી જતા હતા પરંતુ અગરિયા માટે કોઇ ચિંતા ન હતી.

અમે અગરિયાની તમામ પ્રકારની ચિંતા કરી

હવે તો વિરમગામ સુધી ઉદ્યોગો પહોંચી ગયા છે

અમારી સુરસાગર ડેરી તો સુખસાગર ડેરી થઈ ગઈ છે.

અમારો સુરેન્દ્રનગર જિલ્લો મીઠું પકવવાની અંદર એક્કો...

હિંદુસ્તાનનું 80% મીઠું ગુજરાતમાં પેદા થાય છે. એનાથી લાખો લોકોને રોજગાર મળે છે.

આ ચૂંટણી પાંચ વર્ષ માટે નથી. જુવાનીયાઓ મારી વાત યાદ રાખજો. આ ગોલ્ડન યુગ 25 વર્ષ માટે ચૂંટણી છે

કોંગ્રસીયા કહે છે કે મોદીને તેની ઓકાત બતાવીશુ

અરે મા-બાપ તમે બધા રાજ પરિવાર છો. હુ સામાન્ય પરિવારનો સંતાન છુ.

હુ સેવાદાર છુ. મારી કોઇ ઓકાત નથી

મહેરબાની કરીને વિકાસની વાતો કરો ઓકાત બનાવવા ખેલ રહેવા દો

સુરેન્દ્રનગરના આગામી દિવસો સૂવર્ણ હશે

પહેલા વાલીઓ બાળકોને કેવી રીતે ભણાવવા તે અંગે ચિંતિત હતા, હવે ગુજરાતમાં જ તમામને એડમિશન મળી જાય છે

ગુજરાતમાં 4000 જેટલી કોલેજો બનાવી, શિક્ષણ વ્યવસ્થામાં વધારો કર્યો, આજે ગુજરાતમાં 600 જેટલી ITI કોલેજો છે

ITIના વિદ્યાર્થીઓને પણ સરળતા રહે તેવી વ્યવસ્થા કરી છે, બહેનોને સારે સારો લાભ થયો છે

પહેલા ગુજરાતમાં સાઇકલ પણ નહતી બનતી, હવે વિમાન બનવાના છે

આ વખતે ભૂલ ન કરતા આ જિલ્લામાં કમળ સિવાય બીજુ કંશુ જ નહીં

હુ અને સુરેન્દ્રનગર જિલ્લો જુદા નથી. તમારુ સુરેન્દ્ર હુ નરેન્દ્ર અને આ ભૂપેન્દ્ર, આ ત્રિવેણી સંગમ છે.

(11:48 pm IST)