Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

ચૂંટણીના અનુસંધાને અમદાવાદ શહેર પોલીસે અત્યાર સુધીમાં કુલ 3,742 હથિયાર જમા લીધા

પોલીસ દ્વારા લાયસન્સ વાળા હથિયાર ધારકો પાસેથી હથિયાર જમા કરવાની કાર્યવાહી

અમદાવાદ :ગુજરાત વિધાનસભા ચૂંટણીના અનુસંધાને અમદાવાદ શહેર પોલીસ દ્વારા લાયસન્સ વાળા હથિયાર ધારકો પાસેથી હથિયાર જમા કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. અમદાવાદ શહેર પોલીસે અત્યાર સુધીમાં કુલ 3,742 હથિયાર જમા લીધા છે. જેમાં ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા 3 હથિયાર જપ્ત કર્યા હતા.તેમજ 100 હથિયારના લાયસન્સ રદ્દ કરી જપ્ત કર્યા હતા.હથિયાર રાખવાની મજૂરી મેળવેલ 1,235 લોકોને જમા કરાવા પર મુક્તિ આપી છે.

નોંધનીય છે કે અમદાવાદ શહેરમાં કુલ 5085 લાયસન્સ વાળા હથિયાર રજીસ્ટર થયેલા છે. સામાન્ય રીતે ખેતરમાં પાક રક્ષણ તેમજ સ્વરક્ષણ માટે 5085 લોકોએ લાયસન્સ મેળવી હથિયાર ધરાવે છે. જેમાં 3742 હથિયાર પોલીસ સ્ટેશનમાં જમા કરવામાં આવ્યા છે.જ્યારે 1 હજાર 235 લોકોને અંગત કારણસર હથિયાર જમા નહિ કરાવવા માટે મુક્તિ મળી છે.

100 જેટલા લાયસન્સ ધારકોના લાયસન્સ રદ્દ  થતા હથિયાર જમા કરવામાં આવ્યા હતા. જ્યારે ગુનામાં ઉપયોગ કરેલા લાયસન્સ વાળા 3 હથિયાર પોલીસે જપ્ત કર્યા છે.જ્યારે 5 હથિયાર જમા કરવાનું પેન્ડિગ છે.હાલમાં પોલીસે કાયડો અને વ્યવસ્થાના રક્ષણ માટે ગેરકાયદેસર હથિયાર પકડવાની સાથે લાયસન્સ ધારકોના હથિયાર જમા કરવાની ઝુંબેશ શરૂ કરી છે.

 

(10:44 pm IST)