Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

વિરમગામમાં હાર્દિક પટેલની હાજરીમાં AAP ના પૂર્વ હોદ્દેદારો ભાજપમાં જોડાયા

5 થી વધુ આપના પૂર્વ નેતાઓએ કેસરિયો ખેસ ધારણ કર્યો:ઉમેદવાર બદલાતા આપના પૂર્વ હોદ્દેદારો નારાજ: હાંસલપુર ખાતે હાર્દિક પટેલના સમર્થનમાં માલધારી સંમેલન પણ યોજાયુ

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ પાર્ટીઓનો પ્રચાર અભિયાન જોરશોરથી ચાલુ છે, તેવામાં વિરમગામમાં હાર્દિક પટેલની હાજરીમાં આમ આદમી પાર્ટીના પૂર્વ હોદ્દેદારો ભાજપમાં જોડાયા છે.  5 થી વધુ આપના પૂર્વ નેતાઓએ કેસરિયો ખેસ ધારણ કર્યો છે. વિરમગામ બેઠક પર આપના ઉમેદવાર બદલાતા આપના પૂર્વ હોદ્દેદારો નારાજ હતા. જેના કારણે હાંસલપુર ખાતે હાર્દિક પટેલના સમર્થનમાં એક માલધારી સંમેલન પણ યોજાયુ હતુ. 

 

(9:01 pm IST)