Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

મહુધાના કોંગ્રેસ ઉમેદવાર ઈન્દ્રજીત પરમારના વાયરલ વીડિયો મુદ્દે મોટો ખુલાસો:કહ્યું- આ વીડિયો વર્ષ 2017નો

પરમારે કહ્યું-- મેં કોઈ ચોક્કસ સંપ્રદાય માટે હોસ્પિટલ ખસેડવાની વાત કરી નથી. પરંતુ હોસ્પિટલ નજીક રહે અને બધાને લાભ મળે તેવી વાત કરી છે.

અમદાવાદ :  ખેડાના મહુધાના કોંગ્રેસ ઉમેદવાર ઈન્દ્રજીત પરમારના વાયરલ વીડિયો મુદ્દે સૌથી મોટો ખુલાસો થયો છે..ઈન્દ્રજીત પરમારે સ્પષ્ટતા કરતા કહ્યું આ વીડિયો વર્ષ 2017નો છે. મેં કોઈ ચોક્કસ સંપ્રદાય માટે હોસ્પિટલ ખસેડવાની વાત કરી નથી. પરંતુ હોસ્પિટલ નજીક રહે અને બધાને લાભ મળે તેવી વાત કરી છે. ભાજપ દ્વારા વીડિયો વાયરલ કરી મને બદનામ કરવાની કોશિષ થઈ રહી છે ..ભાજપને હારનો ડર હોવાના કારણે આવા કાવાદાવા કરી રહી છે.

 ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ વીડિયો ટ્વિટ કર્યો હતો. વીડિયોમાં કોઈ હિન્દુ વિસ્તારમાં દવાખાનાની મંજૂરી નહીં આપવાનો ઉલ્લેખ થયો હતો.

 

(8:44 pm IST)