Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

કૉંગ્રેસ આદિવાસીઓના હક માટે લડે છે , આદીવાસીઓ સાથે મારો અને ગાંધી પરિવારનો સંબંધ : રાહુલ ગાંધી

આદિવાસીઓના જીવનને સમજો. ભાજપના લોકો તમને વનવાસી કહે છે, આદિવાસી નથી કહેતા. .

સુરત :કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ  સુરતના મહુવામાં સભા સંબોધતા કહ્યુ કે, કૉંગ્રેસ આદિવાસીઓના હક માટે લડી રહ્યું છે. આદીવાસીઓ સાથે મારો અને ગાંધી પરિવારનો સંબંધ છે. ભારતના સાચા માલિક આદિવાસીઓ છે. ભારતને સમજવું હોય તો આદિવાસીઓના જીવનને સમજો. ભાજપના લોકો તમને વનવાસી કહે છે, આદિવાસી નથી કહેતા.

 તેમણે વધુમાં જણાવ્યું હતું કે હિંદુસ્તાનને જોડવાનું કામ મહાત્મા ગાંધી કે જે ગુજરાતી છે તેમણે કર્યુ છે. અમે શરુ કરેલી ભારત યાત્રામાં આ ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની વાર્તા જોડાયેલી છે. ગુજરાતની લાગણી અને સંસ્કાર છે. આ ગુજરાતી એવા રાષ્ટ્રપિતાની દોરવણીથી ચાલતી ભારત જોડો યાત્રા છે.

 

(8:39 pm IST)