Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

વિરમગામ બેઠકના આમ આદમી પાર્ટીના પૂર્વ ઉમેદવાર કુંવરજી ઠાકોરની ઘરવાપસી:ફરીવાર ભાજપમાં જોડાયા

કુંવરજી ઠાકોરનું મેન્ડેડ રદ થતા ફરી ભાજપમાં પ્રવેશ્યા :ભાજપમાં જોડાતા પહેલા કુંવરજીએ અપક્ષ તરીકેની ઉમેદવારી પણ પરત ખેંચી લીધી

અમદાવાદ :  ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ચૂંટણીના માહોલ વચ્ચે પક્ષપલટાની મોસમ પણ પૂરબહારમાં ખીલી છે. ત્યારે વિરમગામ બેઠકના આમ આદમી પાર્ટીના પૂર્વ ઉમેદવાર કુંવરજી ઠાકોરે ફરી ઘરવાપસી કરી છે. કુંવરજી ઠાકોરનું મેન્ડેડ રદ થતા ફરી ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાતા પહેલા કુંવરજીએ અપક્ષ તરીકેની ઉમેદવારી પણ પરત ખેંચી લીધી છે..

 વિરમગામ વિધાનસભા બેઠક પર સૌથી પહેલા આમ આદમી પાર્ટીએ કુંવરજી ઠાકોરની ટિકિટ જાહેર કરી હતી. પરંતુ આમ આદમી પાર્ટીનું મેન્ડેડ રદ થતાં કુંવરજી ઠાકોર અપક્ષ તરીકે માન્ય રહ્યાં હતા.

 

(8:38 pm IST)