Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કામિનીબા રાઠોડે અપક્ષ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું

પક્ષથી નારાજ કામિનીબા રાઠોડે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી:કેટલાક પીઢ કોંગ્રેસી અગ્રણીઓ કામિનીબાને મનાવવા દોડી ગયા બાદ ઘી ના ઠામમાં ઘી

અમદાવાદ :  દહેગામ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડને પડતા મૂકી આ વખતે વખતસિંહ ચૌહાણને ટિકિટ આપતા કોંગ્રેસમાં ભડકો થયો હતો અને પક્ષથી નારાજ કામિનીબા રાઠોડે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારબાદ કેટલાક પીઢ કોંગ્રેસી અગ્રણીઓ કામિનીબાને મનાવવા દોડી ગયા હતા.અંતે આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કામિનીબા રાઠોડે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યુ હતુ.

 

(8:34 pm IST)