Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

હવે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે 26 અને 28 મીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે.

રાહુલ ગાંધીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં શરૂઆત કર્યા બાદ હવે રાષ્ટ્રીય અધ્યક્ષ પણ પ્રચારમાં ઝુકાવશે

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા જોર શોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહ સહિત ભાજપના 50 સ્ટાર પ્રચારકો પ્રચાર કરવાના છે. જ્યારે કોંગ્રેસે પણ 40 જેટલા સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. જેમાં રાહુલ ગાંધીએ સોમવારે ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે 26 અને 28 નવેમ્બરે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે

 

(8:23 pm IST)