Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

ગુજરાતમાં સરકાર વિરોધી જુવાળ છે:કોંગ્રેસ રાજ્યમાં સરકાર બનાવશે: અશોક ગેહલોતનો આત્મવિશ્વાસ

રાજસ્થાનના મુખ્યમંત્રીએ કહ્યું -રાજ્યમાં કોંગ્રેસ તરફી માહોલ બન્યો છે. ભાજપ સરકાર નિષ્ફળ નીવડી

આમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનને આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દિગ્ગજ નેતાઓ ગુજરાત ખુંદી રહ્યા છે. જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ આજે ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારની શરૂઆત સુરતથી કરી અને તેની બાદ તેવો રાજકોટ પહોંચ્યા હતા

 રાજકોટની જનસભામાં રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, રાજ્યમાં સરકાર વિરોધી જુવાળ છે. જેના લીધે કોંગ્રેસ રાજ્યમાં સરકાર બનાવશે. તેમજ રાજ્યમાં કોંગ્રેસ તરફી માહોલ બન્યો છે. ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે.

 

(7:50 pm IST)