Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

કોંગ્રસની આબરૂના ધજાગરા ઉડાડ્યા: ભરતસિંહ સોલંકી ટ્રાન્સલેટ ઉભા થયા પરંતુ રાહુલ ગાંધીના હિન્દીનું ગુજરાતી ના કરી શક્યા!!

--- રાહુલને એમ કે હિન્દી કરતાં ગુજરાતીમાં વાત થાય તો આદિવાસી પ્રજા સારી રીતે સમજી શકે એટલે એમને આગ્રહ કરતાં ભરતસિંહ સોલંકી ટ્રાન્સલેટ કરવા ઉભા તો થઈ ગયા પણ રાહુલની હિન્દી સાંભળી એવા ગોથે ચડ્યા

અમદાવાદ :  કોંગ્રેસના મોટા નેતા ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસની આબરૂના ધજાગરા ઉડાડ્યા. હતા ,ગુજરાતમાં કોંગ્રેસ કેમ પાછળ રહે છે એનો જાત અનુભવ આજે રાહુલ ગાંધીને થયો છે. છેલ્લા 27 વર્ષથી ભાજપ ગુજરાતમાં શાસન કરી રહ્યું છે પણ એકવાર પણ કોંગ્રેસ રિપિટ થઈ શકી નથી એનું કારણ કોંગ્રેસના નેતાઓ પણ છે.

ભાજપને દર વખતે તક આપે છે. કોંગ્રેસની નબળાઈને કારણે ભાજપ આજે ગુજરાતમાં છાતી ઠોકીને જીતના દાવા કરે છે. કોંગ્રેસ ક્યારેય પણ સરકાર બનાવવાના મક્કમ ઇરાદાથી ચૂંટણીમાં ઉતરતી નથી. 

કોંગ્રેસના નેતાઓએ પણ માત્ર ખુરશી જાળવવી છે અને પોતાના વ્યવસાયિક હિતો સાચવવા છે એને કારણે ગુજરાતમાં ભાજપના પાયા મજબૂત થઈ ગયા છે. સરકાર સામે એન્ટિઈન્કમ્બસીનો માહોલ હોવા છતાં પણ કોંગ્રેસ એનો લાભ લઈ શકતી નથી. આજે ગુજરાતમાં રાહુલ ગાંધીને એનો જાત અનુભવ થયો હતો.

રાહુલને એમ કે હિન્દી કરતાં ગુજરાતીમાં વાત થાય તો આદિવાસી પ્રજા સારી રીતે સમજી શકે એટલે એમને આગ્રહ કરતાં ભરતસિંહ સોલંકી ટ્રાન્સલેટ કરવા ઉભા તો થઈ ગયા પણ રાહુલની હિન્દી સાંભળી એવા ગોથે ચડ્યા કે ગુજરાતી જ ના કરી શક્યા. આખરે લોકો તમારું હિન્દી સારી રીતે સમજી શકશે એમ કહી સ્ટેજ પર જ રાહુલની સામે માઈક છોડી દીધું. રાહુલ બોલતા રહ્યા કે નહીં કરના ચાહતે. નહીં કરના ચાહતે પણ તેઓએ પાછું વળીને જોયું જ નહીં. આ જ કેપેસેટી છે ગુજરાત કોંગ્રેસના નેતાઓની. શું સ્ટેજ પર બેઠેલા એક પણ નેતાની એવી કેપેસેટી નહોતી કે હિન્દીમાંથી ગુજરાતી કરી શકે. રાહુલની સામે કોંગ્રેસની આબરૂના આજે ધજાગરા ઉડ્યા હતા

(7:47 pm IST)