Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

ફાર્માસીસ્ટોએ રજીસ્ટ્રેશનની વિલીડીટી પૂર્ણ થતા પહેલી જાન્યુઆરીથી 31 ડિસેમ્બર દરમિયાન સુધીમાં ઓન લાઈન રજીસ્ટેશન કરાવી લેવા

આધાર કાર્ડ, રીફેશર કોષ સર્ટીફીકેટ રજીસ્ટ્રેશન રીન્યુઅલની રસીદ વેબસાઈટ પરથી જ ડાઉનલોડ કરી શકાશે

અમદાવાદ : ફાર્માસીસ્ટના રજીસ્ટ્રેશનની વેલીડીટી ૩૧ ડીસેમ્બર, ૨૦૨૨ ના રોજ સમાપ્ત થતી હોય, તેઓએ તા. ૧ જાન્યુઆરી ૨૦૨૩ થી ૩૧ માર્ચ ૨૦૨૩ સુધીના સમયગાળામાં ઓનલાઈન રજીસ્ટ્રેશન રીન્યુ કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન ઓનલાઈન રીન્યુઅલ કરાવવા માટે gujaratpharmacycouncil.org વેબસાઈટ પર લોગ ઈન કરી નીચે જણાવેલ દસ્તાવેજો સાથે કરી શકાશે. ૧. આધાર કાર્ડ ૨. રીફેશર કોષ સર્ટીફીકેટ રજીસ્ટ્રેશન રીન્યુઅલની રસીદ વેબસાઈટ પરથીજ ડાઉનલોડ કરી શકાશે વધુ માહિતી માટે કચેરીના ટેલીફોન નં. નં.079- 22681012, 22680060,22681014 પર સંપર્ક કરવા વિનંતી છે તેમ  રજીસ્ટ્રાર ગુજરાત રાજય ફાર્મસી કાઉન્સિલ, અમદાવાદની યાદીમાં જણાવાયું છે

(6:53 pm IST)