Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

વડોદરા:વિદેશી દારૂની ડિલિવરી કરવા જતા કેરિયરને સયાજીગંજ પોલીસે ઝડપી પાડયો

વડોદરા: વિદેશી દારૃની ડિલીવરી કરવા જતા કેરિયરને સયાજીગંજ પોલીસે ઝડપી પાડી તેની પાસેથી વિદેશી દારૃની ૧૧ બોટલ કબજે કરી છે.

સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઇકાલે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન માહિતી મળી હતી કે,એક શખ્સ ફતેગંજ નવયુગ સ્કૂલ પાસે રોડ પર કથ્થાઇ કલરની બેગમાં વિદેશી દારૃનો જથ્થો લઇને ઉભો છે.અને તેની પાસેથી એક ગ્રાહક દારૃ ખરીદવા માટે આવશે.જેથી,પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે વોચ ગોઠવી હતી.તે દરમિયાન વજનદાર થેલો લઇને જતા અનિલ મદનરાવ કદમ (રહે.જયેશ કોલોની, ફતેગંજ)ને ઝડપી પાડયો હતો.પોલીસે તેની પાસેના થેલામાંથી વિદેશી દારૃની ૧૧ બોટલ કિંમત રૃપિયા ૭,૯૨૦ ની કબજે લીધી હતી.આરોપી દારૃ ક્યાંથી લાવ્યો હતો ? કોને આપવાનો  હતો ? કેટલા સમયથી  દારૃનો ધંધો કરે છે ? તે અંગે  પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(6:05 pm IST)