Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

વડોદરાના વાઘોડિયા તાલુકા નજીક પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ ગુજારનાર પતિ સહીત સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: વાઘોડિયા તાલુકાના અડીરણ ગામમાં રહેતી 24 વર્ષની પરિણીતા જાનકીને પતિ મેહુલ ચાવડા, સાસુ મહેશભાઈ અને રેણુકાબેન શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકવા માટે સાસુ તું તારું જમવાનું જુદું બનાવ તેમ કહી ઝગડો કરતી હતી જ્યારે પતિએ ફોન કરી પરિણીતાના પિયરપક્ષના સભ્યોને બોલાવી ઝઘડો કર્યો હતો અને સસરાએ લાકડીથી માર માર્યો હતો. બનાવની ફરિયાદ બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(6:04 pm IST)