Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

વડોદરાના હરણી વિસ્તારમાં કેનાલમાં નહાવા પડેલા બે મિત્રો પૈકી એકનું ડૂબી જવાથી મોત

વડોદરા:ના હરણી વિસ્તારમાં કેનાલમાં નાહવા પડેલા બે મિત્રોમાંથી એક મિત્ર ડૂબી જતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

દિનેશ ચૌધરી નામના યુવકે આજે સવારે ફાયર બ્રિગેડને જાણ કરી હતી કે, હરણી મોટનાથ મહાદેવ વિસ્તારની કેનાલમાં હું અને મારો મિત્ર નાહવા પડ્યા ત્યારે મિત્રનો પગ લપસી જતા તે ડૂબી ગયો હતો.

બનાઉ અંગે વડોદરા ફાયર બ્રિગેડની એક ટીમ બોટ લઈ કેનાલમાં શોધખોળ ચલાવી રહી છે. પોલીસે પણ આ બનાવની પ્રાથમિક વિગતો મેળવી હતી.

(5:58 pm IST)