Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

વડોદરાના ડભોઇ વાઘોડિયા રિંગ રોડ પર શિક્ષિકાના ઘરમાંથી 1.86 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ગઠિયા છૂમંતર......

વડોદરા: ડભોઇ વાઘોડિયા રિંગ રોડ પર તીર્થ બંગ્લોઝમાં રહેતા પ્રણવ અરુણકુમાર મહેતા એલ એન્ડ ટી કંપનીમાં ડિઝાઇન ડિપાર્ટમેન્ટમાં મેનેજર તરીકે નોકરી કરે છે અને તેમના પત્ની કૃતિબેન આજવા રોડ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે ગત 10 મી તારીખે સાંજે આઠ વાગે સંબંધીના ઘરે વાસ્તુ પૂજન હોવાથી અમે અમારા ઘરે દાગીના ચેક કરતા સોના ચાંદીના દાગીનાઓ હતા તે પાકીટમાં મૂકી કબાટના ડ્રોવરમાં મૂક્યા હતા. ત્યારબાદ 14 મી તારીખે સાંજે છ વાગે કૃતિબેને દાગીના મુકેલ પાકીટની તપાસ કરતા તે મળી આવ્યું ન હતું તેમના બંને છોકરા સ્કૂલેથી છૂટીને ઘરે આવી જ રહેશે અને બપોરના સમયે મકાન ખુલ્લું રહેતું હોય છે જેથી કોઈ ચોર તેમના ઘરમાં ઘૂસીને 1.86 લાખના સોના ચાંદીના દાગીના ચોરી જતા બાપોદ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(5:58 pm IST)