Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

વડોદરા હાઇવે પરથી કતલખાને લઇ જવાતા 12 પશુઓને બચાવી લેવામાં આવ્યા

વડોદરા:હાઇવે પર ચૂંટણીની કામગીરી માટે મુકાયેલા સ્ક્વોડે કતલખાને લઈ જવાતા બાર પાડા બચાવ્યા હતા.

આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને કલેક્ટર ની સૂચના મુજબ એક ટીમ વહેલી સવારે ગોલ્ડન ચોકડી પાસે વાહન ચેકિંગ કરતી હતી તે દરમિયાન એક પીકઅપ વાન ને અટકાવતા તેમાંથી બાર પાડા મળી આવ્યા હતા.

સ્ક્વોડના પરેશભાઈ ટાંકે હરણી પોલીસને જાણ કરતા પોલીસની ટીમે ક્રુડતાપૂર્વક બાંધેલા પાડા કબજે કરી પાંજરાપોળમાં મોકલવા તજવીજ કરી હતી.

પોલીસે આ અંગે ઇબ્રાહીમ મોહમ્મદભાઈ પટેલ (મિલત નગર, તાંદલજા) અને મુખત્યાર હાતિમ ભાઈ શેખ ( રહે ઝમઝમ પાર્ક, તાંદલજા) ને ઝડપી પાડી ટેમ્પો કબજે કર્યો હતો. પૂછપરછ દરમિયાન કતલખાને લઈ જવાતા પાડા હાથી ખાના ગેંડા ફળિયામાં રહેતા ઉવેશ કાસમભાઇ શેખે ભરાવ્યા હોવાની વિગત ખુલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.

(5:57 pm IST)