Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

વડોદરાના ફતેગંજ પોલીસ મથકની હદમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 6 શકુનિઓની ધરપકડ કરી

વડોદરા:ફતેગંજ પોલીસ મથકની હદમાં આવેલ મહર્ષિ અરવિંદ શાળાની પાછળની ખુલ્લી જગ્યામાં ફતેગંજ પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા પાંચ શખ્સોને રૂ.10,200ની મત્તા સાથે ઝડપી પાડ્યા હતા. જેમાં પ્રકાશ કનુભાઈ માળી ( ભાંડવાડા ), નિલેશ બીપીનભાઈ દરજી ( સમા ), રાજુ  દત્તુભાઈ મોરે ( નવાયાર્ડ ), સંદિપ વિરેનભાઈ ગોસાઈ ( અભિલાષા ચાર રસ્તા ) અને નરેશ મોહનભાઈ ઠાકોર ( વીએમસી ક્વોર્ટસ, છાણી જકાતનાકા) નો સમાવેશ થાય છે. બીજા બનાવમાં કારેલીબાગ પોલીસે કાસમહાલા મસ્જિદની બાજુમાં આવેલ બિલ્ડિંગના ધાબા ઉપર જુગાર રમતા એક શખ્સ ઈકબાલ અબ્દુલભાઈ ઘાંચી ( લાલજીકુઈ, નાગરવાડા) ને ઝડપી પાડી અન્ય પાંચ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. જેમાં ભોલુ, કરીમશેખ મલેક , ફરીદ દૂધવાલા, જાવેદ અરબ અને યાકુબ ઉર્ફે મામા સિંધીનો સમાવેશ થાય છે. પોલીસે દરોડા દરમિયાન 1700ની મત્તા કબજે કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

(5:57 pm IST)