Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

વડોદરાના ઉંડેરા વિસ્તારમાં લિફ્ટના લોખંડની પાર્ટ્સની ચોરી કરતા બે શખ્સોને સ્થાનિક રહીશોએ રંગે હાથે ઝડપી પાડયા

વડોદરા:શહેરના ઉંડેરા ખાતે 40 કિલો વજના લિફ્ટના લોખંડના પાર્ટ્સની ચોરી કરી લઈ જતા બે શખ્સોને સ્થાનિક રહીશોએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા. બનાવ અંગે જવાહરનગર પોલીસે આરોપીઓ સામે ચોરીના પ્રયાસનો ગુનો નોંધી  વધુ તપાસ હાથ ધરી છે. 

શહેરના રિફાઇનરી રોડ ખાતે રહેતો સર્વજિત પાઠક ગિફ્ટ બેસાડવાનું તેમજ લિફ્ટ મટીરીયલ અંગેનું કામ કરે છે. હાલ ઉંડેરા ખાતે ઈસાનિયા શાંતિગ્રામ સોસાયટી ખાતે તેઓનું કામ ચાલે છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, સોસાયટીના રહીશોએ જાણ કરી હતી કે, બે વ્યક્તિ તમારા લિફ્ટનો સામાન ચોરી કરતા ઝડપાયા છે. જેથી તેઓ સ્થળ પર દોડી ગયા હતા. પ્રાથમિક પૂછતાછમાં આરોપી કલ્પેશ જશુભાઈ ચૌહાણ ( રહે - ઊંડેરા ગામ ) અને કિરણભાઈ રાવજીભાઈ સોલંકી (રહે -હાલોલ) હોવાનું બહાર આવ્યું હતું. .

(6:06 pm IST)