Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

સાંધાના દુઃખાવાની સર્જરીમાં હવે જાપાનીઝ ટેકનીકનો ઉપયોગ

ગુજરાતમાં બેન્‍કર્સ વાસ્‍કયુલર હોસ્‍પિટલની પહેલ

(કેતન ખત્રી), અમદાવાદ,તા.૨૧: બેન્‍કર્સ વાસ્‍કયુલર હોસ્‍પિટલના ડો.મોહલ બેન્‍કર દ્ધારા જાપાનીઝ ટેકનીકની મેજીકલ ફોર્મ્‍યુલાથી ટાંકા અને સર્જરી વિના સારવારથી દર્દી દર્દમુક્‍ત બની શકે છે.સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ આ સારવાર બેન્‍કર્સ વાસ્‍કયુલર હોસ્‍પિટલે શરૂ કરી છે. જેનો ૫૦૦થી વધુ દર્દીએ લાભ લઇને દર્દમુક્‍ત બન્‍યાં છે.ઘુંટણ, કોણી, ખભો અને પગની એડી સહિત શરીરના વિવિધ સાંધાની તકલીફમાં હવે સર્જરી કે ટાંકા લેવાની જરૂર નથી.જાપાનીઝ ટેકનીકની મેજીકલ ફોર્મ્‍યુલાથી ટાંકા અને સર્જરી વિના સારવારથી દર્દી દર્દમુક્‍ત બની શકે છે.દર્દીને સારવાર બાદ એક જ દિવસમાં રજા અપાતી હોવાથી હોસ્‍પિટલમાં રોકાવાની જરૂર રહેતી નથી. તેમજ સર્જરી કરતાં જાપાનીઝ ટેકનીકની મેજીકલ ફોર્મ્‍યુલાથી થતી સારવારનો ખર્ચ ૫૦ ટકા જેટલો ઓછો થતાં હોવાથી દર્દીના સમય અને નાણાંનો બચાવ થાય છે. વેરિકોઝ વેઇન અને યુટ્રાઇન ફાઇબ્રોઇડ એન્‍ડ પ્રોસ્‍ટેટીક આર્ટરી એમ્‍બોલિઝમની સારવાર પણ શકય છે. પુરષોમાં થતી પ્રોસ્‍ટેટની તકલીફમાં પ્રોસ્‍ટેટની લેસર કે રોબોટીક સર્જરી કરાય છે. પરંતુ,મેજીકલ ફોર્મ્‍યુલાથી કરાતી સારવારથી સર્જરી ટાળી શકાય છે, હોસ્‍પિટલ અમદાવાદ ઉપરાંત ભાવનગર, રાજકોટ, સુરત, હિંમતનગર, મહેસાણા, વડોદરા, આણંદ, દાહોદ અને ભુજમાં શાખા છે.

(3:45 pm IST)