Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

ગુજરાત ચૂંટણી : ૨૪ વર્ષમાં ૩ ગણા વધ્‍યા મહિલા ધારાસભ્‍યો

જો કે પુરૂષોથી હજુ પણ પાછળ : ૧૯૯૮માં ફક્‍ત ૪૯ મહિલા ઉમેદવાર

નવી દિલ્‍હી તા. ૨૧ : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં છેલ્લા ૫ ચૂંટણીમાં મહિલા વિધાયકોની સંખ્‍યા ૩ ગણી વધી છે. જોકે પુરુષોની સરખામણીએ તે હજુ પણ ઓછી છે. વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં

૧૩ મહિલા વિધાયક પસંદગી પામી હતી.૧૯૯૮માં ૪ મહિલા વિધાયકે જીત મેળવી હતી. મહિલા ઉમેદવારોની સંખ્‍યા પણ પુરૂષોની સરખામણીએ રાજયમાં ખુબજ ઓછી છે. વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ૧૬૯ પુરૂષ જીત્‍યા હતા. ગુજરાત વિધાનસભામાં કુલ ૧૮૨ સીટો છે.

ᅠગુજરાતમાં વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ મહિલા ઉમેદવાર મેદાનમાં ઉતર્યા હતા. ચૂંટણી પંચના આંકડા મુજબ, ૧૨૬ મહિલાઓ મેદાનમાં હતા.જો કે તે અલગ વાત છે કે તેમાં ૧૦૪ના જામીન જપ્ત થયા હતા. ૨૦૧૭ની ચૂંટણીમાં કુલ ૧૮૨૮ ઉમેદવાર મેદાનમાં હતા. જેમાં ૧૭૦૨ પુરુષ હતા.ᅠ

ગુજરાત ચૂંટણીમાં પ્રથમ ચરણ માટે ૧ ડિસેમ્‍બરે મત આપવામાં આવશે. ચૂંટણી પંચના જણાવ્‍યા મુજબ, પ્રથમ ચરણ માટે ૧ ડિસેમ્‍બરે મત નાખવામાં આવશે. ચૂંટણી પાંચ મુજબ પ્રથમ ચારના માટે ૭૮૮ ઉમેદવાર મેદાનમાં છે. જેમાં ૭૦ મહિલાઓ છે. પ્રથમ ચરણમાં ૮૯ સીટો પર મતદાન થશે.

છેલ્લા પાંચ વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં મહિલા મતદારોની સંખ્‍યા ખુબજ વધી છે. જયારે મહિલા મતદારો હતી. તેમાં ૭૭.૦૨ લાખ મહિલાઓ એ માટે આપ્‍યો હતો. એટલે કે ૫૫.૦૩ ટકા મતદારોએ મતદાન કર્યું હતું. ક્‍યારે વર્ષ ૨૦૧૭ની ચૂંટણીમાં ૨.૦૮ કરોડ મહિલા મતદાતા હતી. તેમાંથી ૧.૩૭ કરોડે તેમના મતદાનનો પ્રયોગ કર્યો હતો. તે ચૂંટણીમાં મતદાનના કુલ ૬૬.૧૧ ટકા હતા.

(3:40 pm IST)