Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

છેલ્લો દિવસની ટીમ ફરી જોવા મળશે સાથે ‘૩ એક્કા'માં, જુઓ પોસ્‍ટર

મલ્‍હાર ઠાકર, યશ સોની અને મિત્ર ગઢવીની ફિલ્‍મનું પોસ્‍ટર રિલીઝ

મુંબઇ, તા.૨૧: અર્બન ગુજરાતી ફિલ્‍મોનો સુર્યોદય કરનાર ફિલ્‍મ ‘છેલ્લો દિવસ'ની રિલીઝને આજે સાત વર્ષ પુર્ણ થયા. આ ફિલ્‍મ સાથે જોડાયેલા કેટલાક લોકો ફરી સાથે આવી રહ્યાં છે. મલ્‍હાર ઠાકર યશ સોની અને મિત્ર ગઢવીની નવી ફિલ્‍મ ‘૩ એક્કા' ની જાહેરાત કરવામાં આવી છે.

‘છેલ્લો દિવસ'ની સ્‍ટારકાસ્‍ટના કેટલાક ર્સ્‍ટાસને ફરીરથી સાથે સ્‍ક્રિન પર જોવા મળશે એ વાત જાણીને જે એક્‍સાઇટમેન્‍ટ લેવલ વધી જાય છે. મલ્‍હાર ઠાકર, યશ સોની અને મિત્ર ગઢવીની ફિલ્‍મ ‘૩ એક્કા' આવતા વર્ષે એટલે કે ૨૦૨૩માં જન્‍માષ્ટમી પર રિલીઝ થશે.

ફિલ્‍મની જાહેરાત કરતા ત્રણેય ર્સ્‍ટાસે સોશ્‍યલ મીડિયા ર પોસ્‍ટ શૅર કરી છે. જેમાં કૅપ્‍શનમાં લખ્‍યું છે કે, ‘૩ એક્કા - ટીમ ફરી પાછી આવી છે! સિનેમાઘરોમાં જન્‍માષ્ટી ૨૦૨૩થી.'

આ ફિલ્‍મ રાજેશ શર્માએ ડાયરેક્‍ટ કરી છે. જ્‍યારે આનંદ પંડિત અને વૈશલ શાહએ ફિલ્‍મને પ્રોડ્‍યુસ કરી છે. આનંદ પંડિત મોશન પિક્‍ચર્સ અને જનનૉક ફિલ્‍મસ ‘૩ એક્કા' પ્રેઝન્‍ટ કરી રહ્યું છે.

ફિલ્‍મની જાહેરાત સાથે જ હવે તેના વિશે વધુ માહિતી માટે ફૅન્‍સ અતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

(4:42 pm IST)